Site icon Revoi.in

ભારત-ચીનના સૈન્ય અધિકારીઓએ લદ્દાખમાં કરી મુલાકાત, LAC પર થઈ વાતચીત

Social Share

દિલ્હીઃ ચીન ને ભારત વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંઘર્ષની સ્થિતિ ચાલીલરહી છે ,લદ્દાખ સીમા વિવાદ બાદ આ સ્થિતિ વધુ વણસી હતી જો કે ત્યાર બાદ બન્ને સેનાઓ વચ્ચે અનેક લેવલની બેઠક પણ યોજાઈ ત્યારે ફરી એક વખત ચીન અને ભારતના સેન્ય અધિકારીઓ લદ્દાખ ખાતે મળ્યા હતા.આ મુલાકાતમાં એલએસી બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સૈન્ય અવરોધને ઉકેલવા માટે મંગળવારે લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી સેક્ટરમાં મેજર જનરલ સ્તરની વાટાઘાટો યોજાઈ હતી. બેઠકમાં સરહદ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે વિતેલા મહિને, ભારત અને ચીને પૂર્વીય લદ્દાખ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચાલી રહેલા અવરોધને ઉકેલવા માટે કોર્પ્સ કમાન્ડર સ્તરની વાટાઘાટો કરી હતી. મડાગાંઠ પછી આ બેઠકનો 18મો રાઉન્ડ યોજાયો હતો.

ભારત તરફથી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ રશિમ બાલીએ કર્યું હતું. બીજી બાજુ, સમાન રેન્કના એક અધિકારીએ પાડોશી દેશના પ્રતિનિધિમંડળનું પણ નેતૃત્વ કર્યું. આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ હતી કારણ કે તે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સંરક્ષણ પ્રધાનોની બેઠક પહેલા થઈ હતી.