Site icon Revoi.in

ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપથી વિનાશના દ્રશ્યો સર્જાયા – મૃત્યુઆંક 162 પર પહોચ્યોં

Social Share

 

દિલ્હીઃ- વિતેલા દિવસને સોમવારના રોજ ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતના 5.4 નોંધાઈ હતી આ ભૂકંપના કારણે અનેત તબાહીના દર્શ્યો સામે આવ્યા છે ગઈતાલે 20 લોકોના મોત થયાની પૃષ્ટિ કરાઈ હતી ત્યારે હવે મૃત્યુઆકં વધ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સોમવારના રોજ ઈન્ડોનેશિયાના મુખ્ય દ્વીપ જાવામાં આવેલા ભૂકંપને કારણે 162 લોકોના મોતની પૃષ્ટી કરાઈ છે આ સાથે જ , 700થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.તો કેટલાક લોકો ગુમ થવા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. ઈન્ડોનેશિયાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે કાટમાળ નીચે હજુ પણ 25 લોકો ફસાયેલા છે, બચાવ કામગીરી રાત સુધી ચાલુ રહેશે. અમારો પ્રયાસ દરેકને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો છે.

 ઉલ્લેખનીય છે કે ભૂકંપ બાદ સર્જાયેલા વિનાશના કારણે સ્થાનિક લોકો ભયભીત છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4 હતી. ભૂકંપના કારણે સેંકડો ઘરો ધરાશાયી થયા અનેક પરિવારો વિખૂટા પડ્યો અનેક સ્વજનોના જીવ ગયા આ તમામ દર્શ્યો હચમચાવી મૂકે તેવા છે. લોકોએ પોતાનો જીવ બચાવવા સુરક્ષિત સ્થળોએ ભાગવું પડ્યું હતું.ઈન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર અને ક્લાઈમેટોલોજી અને જિયોફિઝિકલ એજન્સી અનુસાર, ભૂકંપ પછી વધુ 25 આફ્ટરશોક્સ નોંધાયા હતા. આ દરમિયાન લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આવેલા ભૂકંપના કારણે તબીબોએ દર્દીઓને ઉતાવળમાં હોસ્પિટલની બહાર કાઢ્યા હતા. દર્દીઓને હોસ્પિટલોમાંથી સલામત રીતે બહાર કાઢતાં તબીબોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે આ દરમિયાન ગંભીર દર્દીઓની સારવાર અટકી હતી આ સાથએ જ અનેક સ્થળોએ વિજળીનો પુરવઠો ખારવાયો હતો જેથી અનેક લોકો  મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.