Site icon Revoi.in

ઈન્ડોનેશિયાના સુમાત્રામાં જોરદાર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.2ની તીવ્રતા નોંધાઈ

Social Share

દિલ્હી: ઈન્ડોનેશિયામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, ઈન્ડોનેશિયાના સુમાત્રામાં જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો,તેની રિક્ટર સ્કેલ પર 6.2ની તીવ્રતા નોંધાઈ હતી.

આ ભૂકંપના કારણે પડોશી દેશો સિંગાપોર અને મલેશિયામાં ઈમારતો હલી ગઈ હતી.ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે 8:39 વાગ્યે આવ્યો હતો,તેનું કેન્દ્રબિંદુ રીજેન્સીથી લગભગ 17 કિલોમીટર ઉત્તરપૂર્વમાં હતું.

હાલમાં કોઈ પણ પ્રકારની સુનામીના સમાચાર નથી અને ન તો જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી મળી છે.આ પહેલા ગયા મહિને 19 જાન્યુઆરીએ ઈન્ડોનેશિયામાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આંચકા અમાહાઈથી 219 કિમી પૂર્વમાં અનુભવાયા હતા.ગયા મહિને જ ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવામાં ભૂકંપ આવ્યો હતો.રાજધાની જકાર્તામાં ઈમારતો ભૂકંપથી હલી ગઈ હતી,પરંતુ કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.