Site icon Revoi.in

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને મળી Z પ્લસ સુરક્ષા,58 કમાન્ડો હંમેશા સુરક્ષામાં તૈનાત રહેશે

Social Share

મુંબઈ:કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે.મુકેશ અંબાણીને હવે Z પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવશે.મુકેશ અંબાણીને પહેલેથી જ Z કેટેગરીની સુરક્ષા હતી, જે હવે વધારીને Z પ્લસ કરવામાં આવી છે.મુકેશ અંબાણી પર  ખતરો વધવાની ગુપ્તચર એજન્સીના અહેવાલ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.હવે તેમની સુરક્ષામાં કુલ 58 કમાન્ડો તૈનાત રહેશે.જેમાં 10 NSG ના કમાન્ડો સામેલ હશે.

સિક્યોરિટીનો ખર્ચ મુકેશ અંબાણી ચૂકવશે.આ ખર્ચ દર મહિને 40 થી 45 લાખ રૂપિયા થશે. મુકેશ અંબાણીની સુરક્ષા એવા સમયે વધારવામાં આવી છે જ્યારે ગયા વર્ષે તેમના ઘર એન્ટિલિયાની બહાર એક શંકાસ્પદ કાર મળી આવી હતી, જેમાં 20 જિલેટીન સ્ટિક મળી આવી હતી.આ સિવાય તેને ધમકીભર્યા ફોન પણ આવી રહ્યા છે.અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકાર ઘણા દિવસોથી અંબાણીની સુરક્ષા વધારવા પર વિચાર કરી રહી હતી.

58 કમાન્ડો કરશે અંબાણીની સુરક્ષા

મુકેશ અંબાણી અને તેમના પરિવારની સુરક્ષામાં 24 કલાક CRPFના લગભગ 58 કમાન્ડો તૈનાત રહેશે.આ કમાન્ડો જર્મનીમાં બનેલી હેકલર અને કોચ એમપી5 સબ-મશીન ગન સહિત ઘણા આધુનિક હથિયારોથી સજ્જ છે.આ બંદૂકથી એક મિનિટમાં 800 રાઉન્ડ ગોળીઓ ચલાવી શકાય છે.Z+ સુરક્ષા એ ભારતમાં VVIPની સુરક્ષાનું સર્વોચ્ચ સ્તર છે,તેની અંતર્ગત 6 કેન્દ્રીય સુરક્ષા સ્તર છે.અંબાણીની સુરક્ષામાં ચોવીસ કલાક પહેલાથી જ 6 ડ્રાઈવર છે.

 Z+ સુરક્ષા શું છે?

SPG એ ભારતમાં સુરક્ષાનું સર્વોચ્ચ સ્તર છે.વડાપ્રધાનને SPGની સુરક્ષા મળે છે. ઉચ્ચતમ સ્તરની સુરક્ષામાં Z+ બીજા ક્રમે છે.સુરક્ષા માટે દરેક સમયે 55 સુરક્ષાકર્મીઓ તૈનાત છે.તેમાં 10 NSG કમાન્ડો છે.NSGના દરેક કમાન્ડો માર્શલ આર્ટમાં નિષ્ણાત છે.તેને હથિયાર વગર કેવી રીતે લડવું તેની તાલીમ આપવામાં આવે છે.ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય નાણાંમંત્રી અને અન્ય મહાનુભાવોને Z+ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.