Site icon Revoi.in

ગુરુગ્રામમાં અસામાજીક તત્વોનો ઉપદ્રવ વધ્યો, અનેક કારના કાચ તોડ્યાં

Social Share

ગુરુગ્રામઃ હરિયાણાના ગુરુગ્રામમાં તોફાની તત્વોની હિંમત વધી રહી છે. શહેરના ક્રિષ્ના કોલોની વિસ્તારમાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો હતો. આ તોફાની તત્વોએ મોડી રાત્રે અડધો ડઝનથી વધુ વાહનોને નિશાન બનાવ્યા હતા. પથ્થરમારો કરીને વાહનોના કાચ ફોડી નાખ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ક્રિષ્ના કોલોની વિસ્તારમાં તોફાની તત્વોની ગતિવિધિ સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક યુવક પથ્થર ઉપાડીને કારનો કાચ તોડી રહ્યો છે. પીડિત વાહન માલિકોએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી છે. તેમણે કહ્યું કે આરોપીઓ સામે વહેલી તકે કાર્યવાહી થવી જોઈએ. જે બાદ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુગ્રામમાં રાત્રે બનેલી ઘટના નવી નથી. આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. ગુરુગ્રામના ભિવાની એન્ક્લેવમાં લગભગ 3 મહિના પહેલા તોફાની તત્વોએ આતંક મચાવ્યો હતો. રાત્રીના સમયે પાવર ફેલ થતા તોફાની તત્વો અંધારામાં ત્યાં પહોંચી ગયા હતા અને કોલોનીમાં પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવવા લાગ્યા હતા. કોલોનીમાં પાર્ક કરાયેલા 30-40 જેટલા વાહનોના કાચ ઈંટો અને પથ્થરો વડે તોડી નાખવામાં આવ્યા હતા. આ પછી તેઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જ્યારે કોલોનીના લોકો સવારે જાગ્યા ત્યારે તેમણે વાહનોના કાચ તૂટેલા જોયા અને સેક્ટર 9 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. બાબતે વસાહતના રહીશોએ જણાવ્યું હતું કે, જો કોઈની સાથે અંગત અદાવત ન હોય, જો આમ હોત તો અંગત વ્યક્તિએ માત્ર એક જ વાહનના કાચ તોડી નાખ્યા હતા જ્યારે ડઝનબંધ વાહનોના કાચ તૂટી ગયા છે.