Site icon Revoi.in

મોંઘવારીનો માર ! ખાણી-પીણીના ભાવ આસમાને પહોંચ્યા, લોટના ભાવ 12 વર્ષની સર્વોચ્ચ સપાટીએ

Social Share

દિલ્હી:દિનપ્રતિદિન વધતી મોંધવારીથી આમ જનતા પરેશાન છે.ત્યારે હવે ખાવા-પીવાથી લઈને પહેરવા અને ઘરોમાં વપરાતી તમામ જરૂરી વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે.મોંઘવારીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લોટની કિંમત 12 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે.એપ્રિલ મહિના માટે લોટની સરેરાશ કિંમત રૂ. 32.38 પ્રતિ કિલો હતી, જે જાન્યુઆરી 2010 પછીનું સર્વોચ્ચ સ્તર છે.આપણા દેશમાં ઘઉંના ઉત્પાદન અને સ્ટોક બંનેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, સાથે જ વિદેશમાં તેની માંગ વધી છે, જેના કારણે ભાવ વધી રહ્યા છે.ખાદ્યતેલ પહેલેથી જ આકાશને સ્પર્શી રહ્યું છે.અન્ય ખાદ્ય ચીજો પણ મોંઘી થઈ રહી છે.

છેલ્લા ત્રણ મહિનાથી મોંધવારી પણ 6 ટકાથી ઉપર છે, જે રિઝર્વ બેન્કની ઉપલી મર્યાદા કરતાં વધુ છે. એપ્રિલમાં ફુગાવો 7.7 ટકા રહેવાનો અંદાજ છે.એક અહેવાલમાં ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, 7 મેના રોજ ઘઉંના લોટની સરેરાશ કિંમત 32.78 રૂપિયા પ્રતિ કિલો હતી.તેણે વાર્ષિક ધોરણે 9.15 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. 7 મે 2021ના રોજ આ કિંમત 30.03 રૂપિયા હતી.

દેશના વિવિધ ભાગોમાં લોટની કિંમત અલગ-અલગ છે.156 કેન્દ્રો માટે ઉપલબ્ધ ડેટા અનુસાર, લોટની સૌથી વધુ કિંમત પોર્ટ બ્લેયરમાં રહી. ત્યાં સરેરાશ ભાવ 59 રૂપિયા પ્રતિ કિલો છે. તે જ સમયે, તે બિહારના પુરુલિયામાં પ્રતિ કિલો રૂ. 22 પર સૌથી નીચો છે.