Site icon Revoi.in

એમઝોન પ્રાઈમ સબ્સક્રિપ્શનમાં પણ મોંઘવારીનો માર, રુપિયા 500 સુધીનો  થયો વધારો, જાણીલો ક્યારથી લાગૂ થઈ રહ્યા છે નવા ચાર્જ

Social Share

 

દિલ્હીઃ- દેશમાં સતત મોંધવારી વધતી જઈ રહી છે, ત્યારે મનોરંજન જગતમાં પણ મોંધવારીનો માર પડેલો જોઈ શકાય છે, થોડા દિવસો પહેલા, બે દિગ્ગજ ટેલિકોમ કંપનીઓ એરટેલ અને વોડા-આઈડિયાએ તેમના ટેરિફ પ્લાનની કિંમતો વધારવાની જાહેરાત કરી છે અને હવે એમેઝોન પ્રાઇમ પણ તેના ગ્રાહકોને મોટો ઝટકો આપવા જઈ રહી છે. જો તમે એમેઝોન પ્રાઇમના સબસ્ક્રાઇબર છો અથવા મેમ્બરશિપ લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક મોટા સમાચાર છે.તમારા માથે આ વધારાનો ચાર્જ આવી શકે છે.

મળતી માહિતી પ્રમાણે 14 ડિસેમ્બર, 2021થી ભારતભરમાં એમેઝોન પ્રાઇમ સબસ્ક્રિપ્શનની કિંમતમાં વધારો થવા જઈ રહ્યો છે. કંપનીએ તેના એપએક્યૂ પેજ પર આ બબાતની સંપૂર્ણ  માહિતી આપી છે.

આ કિમંત વધારાને લઈને કંપનીએ કહ્યું છે કે “હાલમાં, તમે પ્રાઇમમાં જોડાઈ શકો છો અને મર્યાદિત સમયગાળાની ઑફરના ભાગ રૂપે જૂની કિંમતમાં  તેને લોક કરી શકો છો. અમે ભલામણ કરીએ છીએ કે તમે ઑફરને 13મી ડિસેમ્બર 2021ના રોજ રાત્રે 11:59 વાગ્યે સમાપ્ત કરો અને શક્ય તેટલી વહેલી તકે  રિન્યૂ કરીલો અથવા ખરીદી લો”

આ ભાવ વધારાની બાબતે કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પ્રાઇમ મેમ્બરશિપની નવી કિંમત નીચે મુજબ  રાખવામાં આવશે

જો તમે માસિક પ્લાન લઈ રહ્યા છો તો તેની ઑફર કિંમત ₹129 છે અને ઑફરનો સમયગાળો 13 ડિસેમ્બરે પૂરો થયા પછી તે વધીને ₹179 થઈ જશે. તેવી જ રીતે, ત્રિમાસિક પ્લાનની ઓફર કિંમત 329 રુપિયાથી વધીને 459 રપિયા થવા જઈ રહી છે, જ્યારે રુપિયા 999ની વાર્ષિક ઓફર કિંમત વધીને હવે 1499થઈ જશે