- પાકિસ્તાનમાં 159 રુ. લીટર પેટ્રોલ
- જનતા પર મોંધવારીનો પડ્યો માર
દિલ્હીઃ- પાડોશી દેશ પાકિસ્તાનમાં મોંધવારીથીજનતા પરેશાન છે,કારણ કે પાકિસ્તાન સરકારે મંગળવારે પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં 12.03 રૂપિયા પ્રતિ લીટર સુધીનો વધારો ઝીંક્યો હતો જેને લઈને લોકો સરકારથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.પેટ્રોલ ડિઝલની કિમંતોઓ ઐતિહાસિક સપાટી વટાવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઈમરાન સરકારના રાજમાં પેટ્રોલની કિમંતો બમણી થઈ રહી છે. એટલે જાણો સરકાર જનતા પર પેટ્રોલ બોમ્બનો વાર કરતી હોય તેમ જોવા મળી રહ્યું છે. સરકારી નોટીસ મુજબ પેટ્રોલની કિંમતમાં 12.03 રૂપિયા પ્રતિ લીટર અને હાઇ સ્પીડ ડીઝલની કિંમતમાં 9.53 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનની માનીએ તો લાઇટ સ્પીડ ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 9.43નો વધારો થયો છે,તે જ સમયે કેરોસીનમાં પ્રતિ લિટર 10.08 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.આ સાથે જ નવા ભાવ 28 ફેબ્રુઆરીથી લાગૂ કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.
આ સાથે જ હવે પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરના વધારા સાથે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 147.82 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 159.86 રૂપિયા પ્રતિ લીટર અને હાઈ સ્પીડ ડીઝલની કિંમત 144.622 રૂપિયાથી વધીને 154.15 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
આ સાથે જ લાઇટ ડીઝલ તેલ 114.54 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 123.97 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યું છે. કેરોસીન 116.48 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 126.56 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યું છે.આમ હવે પાકિસ્તાનમાં ઈંઘણોના ભાવ 150ને પમ પાર પહોંચ્યા છે.