Site icon Revoi.in

જનતા પર મોંધવારીનો માર – સીએનજી બાદ  હવે રાંધણ ગેસના ભાવમાં વધારો ઝીંકાયો

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં મોંધવારીનો માર પડી રહ્યો છે, છેલ્લા ઘણા દિવસોથી સતતપેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, તો સાથે જ શાકભાજી,દાળશ-કઠોળ પમ મોંધા થઈ રહ્યા છે, આ દરેક બાબતની અસર જનતાના ખીસ્સા પર પડી રહી છે, સીેનજી ગેસના ભાવ વધ્યા બાદ હવે જનતા પર રાંધણ ગેસના ભઆવનો માર સહન કરવાનો વારો આવ્યો છે.

દેશમાં હવે ઘરેલુ ગેસના ભાવમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે. આ નિર્ણયની સીધી અસર લોકોના ખિસ્સા પર થવાની છે અને તેની અસર રસોડાના બજેટ પર પડી શકે છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડએ જણાવ્યું હતું કે પાઇપ દ્વારા રસોડામાં પહોંચતા પીેનજીની કિંમતમાં પ્રતિ SCM રૂ. 5.85નો વધારો કરવામાં આવ્યો છે. આ વધેલી કિંમતો 01 એપ્રિલ 2022થી અમલમાં આવી છે. આ વધારા બાદ હવે દિલ્હી NCRમાં PNGની કિંમત આજથી વધીને 41.71/SCM થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે આઈજીએલ દ્વારા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શુક્રવારે CNGના ભાવમાં પણ 80 પૈસા પ્રતિ કિલોનો વધારો થયો છે. આઈજીએલની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, નેશનલ કેપિટલ રિજનમાં સીએનજીની કિંમત 60.01 રૂપિયાથી વધારીને 60.81 રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવી છે.

વિતેલા દિવસને શુક્રવારે સવારે જ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પછી દિલ્હીમાં તેની કિંમત 2,253 રૂપિયા પર પહોંચી ગઈ છે.ઉલ્લેખનીય છે કે 1લી એપ્રિલથી જનતા પર ઘણી વસ્તુની કિમંતોનો માર વધ્યો છે,