Site icon Revoi.in

દિલ્હી-એનસીઆરમાં મોંધવારીનો માર – ફરી સીએનજીના ભાવમાં 2 રુપિયાનો વધારો ઝિંકાયો

Social Share

દિલ્હીઃ- દેશભરમાં મોંધવારીએ માજા મૂકી છે સતત ખાવા પીવાની વસ્તુઓથી લઈને પેટ્રોલ ડિઝલનાભઆવ વધતા જોવા મળી રહ્યા છએ આવી સ્થિતિમાં હવે પેટ્રોલ અને સીએનજીના ભઆવમાં મોટો તફાવત રહ્યો નથી,ત્યારે હવે દિલ્હી અનસીઆરમાં ફરી સીેનજીના ભાવમાં વધારો ઝિંકાયો છે.

દિલ્હી-NCRમાં ફરી એકવાર CNGના ભાવમાં વધારો થયો છે.આ ભાવ વધારો થતાની સાથે જ હવે ગ્રાહકોએ પ્રતિ લિટરે 2 રૂપિયા વધુ ચૂકવવા પડશે.પ્રાપ્ત જાણકારી પ્રમાણે , વધેલી કિંમતો આજથી એટલે કે રવિવારે સવારે 6 વાગ્યાથી લાગુ થશે. હવે CNG દિલ્હીમાં 73.61 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે.

જાણો જૂદા જૂદા વિસ્તારોમાં સીએનજીના ભાવ

ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ તરફથી મળેલી માહિતી અનુસાર નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં CNGની કિંમત 76.17 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. જેથી હવે મુઝફ્ફરનગર, મેરઠ અને શામલીમાં આજે સવારથી પ્રતિ કિલો સીએનજી માટે 80.84 રૂપિયા ચૂકવવા પડશે.

આ સાથે જ ગુરુગ્રામમાં CNG 81.94 રૂપિયામાં મળશે જ્યારે રેવાડીમાં CNG 84.07 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે ા સાથે જ કરનાલ અને કૈથલમાં CNGની કિંમત 82.27 રૂપિયા રહેશે. કાનપુર, ફતેહપુર અને હમીરપુરમાં પ્રતિ કિલો સીએનજી માટે 85.40 રૂપિયા ચૂકવવા પડશે. અજમેર, પાલી અને રાજસમંદમાં આજથી CNG 83.88 રૂપિયામાં ઉપલબ્ધ થશે.