Site icon Revoi.in

ભારત સહિત ક્વાડ દેશોની નૌસેના વચ્ચે 26 થી 29 ઓગસ્ટ સુધી યુદ્ધાભ્સાયઃ INS વિરાટ પણ સામેલ

Social Share

દિલ્હીઃ- ભારત સહિત ક્વાડ દેશો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનની ચાર દિવસની નૌકા યુદ્ધાભ્યાસ 26 થી 29 ઓગસ્ટ દરમિયાન ગુઆમ કિનારે યોજાનાર છે.ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની લશ્કરી ગતિવિધિઓને જોતા વૈશ્વિક ચિંતા વચ્ચે આ હાઇ વોલ્ટેજ યુદ્ધાભ્યાસ હાથ ધરવામાં આવી રહ્યો છે,ભારત સહીતના ક્વાડ દેશો  આ કવાયતના ભાગે ચીનને પોતાની તાકાતનું પ્રદર્શન દેખાડશે,

ભારતીય નૌસેનાના અધિકારી વિવેક માધવાલે જણાવ્યું હતું કે આ યુદ્ધાભ્યાસમાં ભારતની આઈએનએસ વિરાટ અને સબમરીન વિરોધી યુદ્ધ જહાજ આઈએનએસ કદમત શનિવારે યુએસ કિનારે પહોંચી ગયા છે, જ્યાં જટિલ કવાયત હાથ ધરવામાં આવશે.

તેમણે વધુમાં આ મામલે જણાવ્યું હતું કે, આ કવાયત ચાર દેશો વચ્ચેની જે ભાગીદારી છે તેને  વધુ મજબૂત બનાવવાની નિશાની છે. એવું કહેવામાં આવે છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાડન આગામી બેથી ત્રણ મહિનામાં વોશિંગ્ટનમાં ક્વાડ દેશોના નેતાઓ સાથે અંગત બેઠક યોજશે તેવી અપેક્ષા છે કે આ દેશો વચ્ચે સહયોગને વધુ વિસ્તૃત કરવાની સંભાવનાની શક્યતાઓ છે.