Site icon Revoi.in

સંબંધોને ખતમ કરી શકે છે ઈનસિક્યોરિટી, જાણો કેવી રીતે બદલાવ કરી શકાય

Social Share

સંબંધમાં કેટલીક વાર ઉતાર-ચડાવ સામે આવે છે. આવા સમયે સંબંધોને અનેક પ્રકારના ઉતાર-ચડાવનો સામનો કરવો પડે છે. જો કે, ઈનસિક્યોરિટી સંબંધોને ખતમ કરી નાખે છે. એક તબક્કે ઈનસિક્યોર હોવાનું યોગ્ય છે. પરંતુ કોઈ પણ વસ્તુ વધારે થઈ જાય ત્યારે નુકસાનકારક સાબિત થાય છે. જો આપ થોડો પ્રયાસક કરો તો સકારાત્મક અને નકારાત્મક થવાનો ફર્ક દેખાશે. આ માટે તમારે પોતાનામાં કેટલીક વસ્તુઓમાં બદલાવ લાવવો જોઈએ.

સૌથી પ્રથમ અને મહત્વની વાત એ છે કે, પોતાના પાર્ટનરને ક્યારે પણ પોતાના ભૂતકાળના પાર્ટનર સાથે સરખામણી ન કરવી જોઈએ. આ તમારા સંબંધ બગાડવા માટે પુરતું છે. આવા સંજોગોમાં તમારે ખુદને એ યાદ અપાવવું જોઈએ કે પહેલા જે થયું તેમાં આપની કોઈ ભૂલ નથી. જે થઈ ગયું તેને કોઈ બદલી શકતું નથી. જેથી દરરોજ પોઝિટિવ વાતો વિચારો. ભૂતકાળને સ્વિકારીને વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કરવો જોઈએ.

આપણે સામાન્ય રીતે મુશ્કેલીઓ જોઈએ છીએ, જો કે, આ મુશ્કેલીઓ નથી. આનાથી ગેરસમજ ઉભી થાય છે અને ઝઘડા પણ થઈ શકે છે. પોતાના દિમાગમાં કંઈ પણ વિચારવા કરતા સારુ એ રહેશે કે પોતાના પાર્ટનર સાથે વાત વાત કરવી જોઈએ તેમજ મુશ્કેલીઓ ઓછી કરવાની કોશિશ કરવી જોઈએ. આપના દિમાગમાં જે હોય તે પાર્ટનરને જણાવવી જોઈએ.

જીવનમાં દરેક વસ્તુઓ પોતાનાથી શરૂ થાય છે, આવામાં પોતાની સાથે સ્વસ્થ સંબંધ રાખવાની જરૂર છે. બીજા પાસે આશા રાખવાની જગ્યાએ પોતાની સાથે સાચા રહેવું જોઈએ. તેમજ એવુ માનો કે નકારાત્મક અનુભવો છો કે, સકારાત્મક. આ ઉપરાંત સુનિશ્ચિત કરવું જોઈએ કે પોતાને બહેતર બનાવવાનો પ્રયાસ કરે છે.

ઈનસિક્યોર અનુભવ કરવાનો એક સામાન્ય લક્ષણ છે સ્થિતિ અંગે વધારે વિચારો. આપ સતત વિચારતા હોય કે પોતાના પાર્ટનર શું વિચારી રહ્યો છે. આમ આપ પોતાના પાર્ટનર સાથે એંજોય કરવાનો સમય નથી મળતો. ઈનસિક્યોરિટી ઓછી કરવા માટે ખુદની સાથે વાત કરો અથવા પાર્ટનર સાથે ચર્ચા કરો. આપને જે વસ્તુ હેરાન કરી રહી છે તે અંગે દિલ ખોલીને વાત કરવી જોઈએ. જેટલું બને તો બુમો પાડો, ઈચ્છા થાય તો રોઈ લેવું જોઈએ. પરંતુ પોતાને દરેક વસ્તુઓ માટે બ્લેમ કરવાનું બંધ કરી દેવું જોઈએ. આપ ડાયરી પણ લખી શકો છે તે આપની મદદ કરશે.