Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના પુલવામા માં ટાર્ગેટ કિલિંગની ઘટના- ઈન્સ્પેક્ટરની ગોળી મારી હત્યા, સર્ચ ઓપરેશન શરુ

Social Share

શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાં અવાર નવાર નાગરિકોના હત્યાના બનાવ સામે આવી રહ્યા છે ત્યારે હવે જમ્મુ કાશ્મીરના પુલવામા માંથઈ આવી જ એક ઘટના સામે આવી રહી છે,આતંકીઓ દ્રારા અનેક લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ વધુ એકની હત્યાને અંજામ આપ્યો છે. પુલવામા જિલ્લાના પમ્પોરમાં આતંકીઓએ એક સબ ઈન્સ્પેક્ટરની ગોળી મારીને હત્યા કરી હોવાના એહવાલ મળી રહ્યા છે. 

વધુ જાણકારી પ્રમાણે આ હત્યા ઘરમાં ઘુસીને કરવામાં આવી છે. આતંકીઓએ ઈન્સ્પેક્ટરના ઘરમાં ઘૂસીને આ નરસંહારને અંજામ આપ્યો હતો.ત્યારે હવે આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

મળતી માહિતી મુજબ શહીદ થયેલા સબ ઈન્સ્પેક્ટરનો મૃતદેહ તેમના વતન ગામ સાંબુરામાં ડાંગરના ખેતરમાં જોવા મળ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટેની આગળવની કાર્યવાહી હાથ ધરી છે.

આ સાથે જ આ  સબ ઈન્સ્પેક્ટરની ઓળખ અબ્દુલ ગની મીરના પુત્ર ફારૂક અહેમદ મીર તરીકે થઈ છે. તેઓ લેથપોરા પમ્પોર ખાતે 23 બટાલિયન IRPમાં OSI તરીકે પોસ્ટેડ હતા. આતંકવાદીઓએ ફારુકને દિલ પાસે ગોળી મારી હતી