Site icon Revoi.in

રોહિત શેટ્ટીના બદલે આ ડીરેક્ટર ‘ખતરો કે ખેલાડી’ રિયાલિટી શો હોસ્ટ કરશે

Social Share

રિયાલિટી શો ખતરો કે ખિલાડીના સીઝન 10 દર્શકોને ખૂબ પસંદ આવી છે. શોમાં દેખાડવામાં આવેલા મુશ્કેલ સ્ટન્ટ અને કન્ટેસ્ટેટસની લાગણીથી દરેક લોકો ખુશ છે. શોમાં રોહિત શેટ્ટીનું હોસ્ટિંગ પણ ચાર ચાંદ લગાવવા પર કામ કરી રહ્યું છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે ખતરો કે ખિલાડીના સ્પેશિયલ એડીશનમાં રોહિત શેટ્ટી હોસ્ટ કરતા જોવા મળશે નહીં.

સમાચાર મુજબ, ખતરો કે ખિલાડીના સ્પેશિયલ એડીશનનું નામ ખતરો કે ખિલાડી મેડ ઇન ઇન્ડિયા હોઈ શકે છે. આ સાથે જ એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે આ શોના બે એપિસોડ રોહિત શેટ્ટી હોસ્ટ કરી શકશે નહીં. તેમની જગ્યાએ કોરિયોગ્રાફર અને ડિરેક્ટર ફરાહ ખાનનો સંપર્ક કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર ફરાહની કેટલીક ટ્વિટ્સ પણ વાયરલ છે, જેની પુષ્ટિ કરવામાં આવી રહી છે કે તે ખતરો કે ખિલાડી હોસ્ટ કરવા જઈ રહી છે. તે ટ્વિટમાં કહી રહી છે કે તેને ડર લાગતો નથી અને તે બીજાની ડેયરીંગ કરવા માટે આવી રહી છે.

ખરેખર એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિત શેટ્ટીને તેની ફિલ્મોના સંબંધમાં થોડા દિવસો માટે હૈદરાબાદ જવું પડશે. તેથી તેઓ આ શોના શૂટિંગ માટે હાજર રહેશે નહીં. પરંતુ આ શોમાં રોહિત શેટ્ટીની મહત્વની ભૂમિકા હોવાથી નિર્માતાઓએ એવી વસ્તુ તૈયાર કરી છે કે રોહિત શેટ્ટીને ફક્ત બે એપિસોડ્સ માટે રીપ્લેસ કરવામાં આવ્યો છે.

દેવાંશી-

Exit mobile version