Site icon Revoi.in

કોરોનાનું સંક્રમણ ગામડામાં વધે તે પહેલા જ કોવિડ કેર સેન્ટર શરૂ કરવા અપાઈ સુચના

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે પણ હજુ ગામડાંમાં કોરોનાનું સંક્રમણ જોવા મળતુ નથી. હાલ સૌથી વધુ કેસ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત મહાનગરોમાં નોંધાઈ રહ્યા છે. શહેરોમાં તો સારવારની વ્યવસ્થા મળી રહે છે, ત્યારે ગામડાંમાં કોરોનાના સંક્રમણ પહેલા જ સરકારે આગોતરૂ આયોજન કરવાની સુચના આપી છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટર ઊભા કરવાની સુચના આપી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોનાનું સંક્રમણનું પ્રમાણ શહેરી વિસ્તાર અને નગરપાલિકા વિસ્તારમાં વધુ જોવા મળી રહ્યું છે. પરંતુ આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાથી સંક્રમિત લોકોને સારવાર માટે કોવિડ કેર સેન્ટર ઊભા કરવાના આદેશો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. જોકે કોરોનાની બીજી લહેરમાં તમામ ગામોમાં કોવિડ કેર સેન્ટર ઊભા કરવામાં આવ્યા હતા. જોકે કોવિડ કેર સેન્ટરમાં માઇલ્ડ અસરવાળા અને એસિમટોમેટીક દર્દીઓને દાખલ કરીને ત્રણ ટાઇમ દવા આપવામાં આવતી હતી. ત્યારે હાલમાં વધતા જતા કોરોનાના કેસને જોતા આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. ગ્રામ્ય વિસ્તારોના કેર સેન્ટરમાં લોકભાગીદારીથી બેડ, ગાદલા તેમજ ભોજન સહિતની સુવિધા ઉભી કરવામાં આવી હતી. જ્યારે દવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફથી કરવામાં આવતી હતી. આ વખતે સરકારે ગામડાંઓ પણ દર્દીઓને ઘરઆંગણે જ પુરતી સારવાર મળી રહે તે માટેનું આયોજન કરવા તમામ જિલ્લા સત્તાધિશોને સુચના આપવામાં આવી છે. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પણ પુરતો દવાનો સ્ટોક રાખવાની સુચના પવામાં આવી છે. ગાંમડાઓમાં ઉકાળા કેન્દ્રો પણ શરૂ કરવામાં આવશે.