1. Home
  2. Tag "will be started"

અમદાવાદમાં AMTS, BRTSમાં ભાડા વધારો, શહેરમાં હવે મુંબઈની જેમ ડબલ ડેકર લાલબસ પણ શરૂ કરાશે

અમદાવાદ: શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ વર્ષોથી ખોટમાં ચાલી રહી છે. ત્યારે મ્યુનિ.એ એએમટીએસ અને બીઆરટીએસમાં ભાડા વધારાનો નિર્ણય લીધો છે. આગામી 1લી જુલાઈથી શહેરીજનોએ વધુ ભાડુ ચુકવવું પડશે. મોંઘવારીનો સામનો કરી રહેલા શહેરીજનોને AMTS અને BRTSની મુસાફરી કરવા માટે ખિસ્સું વધારે ગરમ કરવું પડશે. સાથે જ એએમટીએસ દ્વારા ડબલ ડેકર લાલબસ શરૂ કરાનો નિર્ણય પણ લેવામાં આવ્યો […]

ઉદેપુર-બાંદ્રા વાયા હિંમતનગર-અમદાવાદ રૂટની વંદે ભારત ટ્રેન ત્રણ મહિનામાં શરૂ કરાશે

અમદાવાદ:  દેશમાં સૌ પ્રથમ ગાંધીનગર-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી અને તેની સફળતા બાદ  દેશના વિવિધ રૂટ્સ પર વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જ રાજસ્થાનને વંદેભારત ટ્રેન મળી છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનની વંદેભારત ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યુ છે . 2024ની લોકસભાની ચૂંટણી નજીક હોવાથી હાલ કેન્દ્ર સરકાર જનહિતના અનેક નિર્ણય […]

ગુજરાત નેશનલ લો યુનિ.માં શનિવારે મુખ્યમંત્રી દ્વારા સ્કૂલ ઓફ ડ્રોન વિદ્યાશાખાનો પ્રારંભ કરાવાશે

ગાંધીનગરઃ વિશ્વભરમાં ટેકનોલોજીકલ ક્રાંતિની સાથે કદમ મિલાવવા તેમજ દેશનું યુવાધન અદ્યતન ટેકનોલોજીથી સતત અપડેટ રહે, પોતાની સ્કિલને વધુ સારી રીતે એપ્લાય કરી શકે, રી સ્કીંલીંગ, અપ-સ્કીલીંગ કરી શકે અને આધુનિક ટેકનોલોજીકલ યુગ સાથે સમન્વય સાધી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અદ્યતન ટેકનોલોજીકલ સ્કિલ શીખવવા લેટેસ્ટ અભ્યાસક્રમો શરૂ કરવા આવશ્યક બન્યા છે. જેને અનુસંધાને ગુજરાત […]

કોરોનાનું સંક્રમણ ગામડામાં વધે તે પહેલા જ કોવિડ કેર સેન્ટર શરૂ કરવા અપાઈ સુચના

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે પણ હજુ ગામડાંમાં કોરોનાનું સંક્રમણ જોવા મળતુ નથી. હાલ સૌથી વધુ કેસ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત મહાનગરોમાં નોંધાઈ રહ્યા છે. શહેરોમાં તો સારવારની વ્યવસ્થા મળી રહે છે, ત્યારે ગામડાંમાં કોરોનાના સંક્રમણ પહેલા જ સરકારે આગોતરૂ આયોજન કરવાની સુચના આપી છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટર ઊભા કરવાની […]

ગુજરાતના દરેક જિલ્લામાં સાયબર પાલીસ સ્ટેશન શરૂ કરવા સરકારને દરખાસ્ત કરાશેઃ DGP

અમદાવાદઃ ગુજરાતમાં સાયબર ક્રાઈમના ગુનાઓ પણ વધતા જાય છે. ત્યારે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતુ કે સાયબર ક્રાઇમને પહોંચી વળવા રાજ્યમાં પૂરતું માળખું નથી. રાજ્યમાં બે વર્ષથી પ્રોસિક્યુશન પાંખ ઉભી કરવામાં આવી છે. પ્રોસિક્યુશનમાં અન્ય રાજ્યો ગુજરાતથી આગળ છે. ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન દ્વારા એચ.કે.કોલેજ ખાતે સાયબર ક્રાઈમ અને પ્રોસિક્યુશન પર સેમિનાર યોજવામાં આવ્યો […]

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ત્રણ UG અને 10 PGના ઓનલાઈન કોર્સ શરૂ કરાશે

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદેશોમાંથી પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકે તે માટેનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીએ UGC નિયમ મુજબ ત્રણ યુજી અને 10 પી.જીના કોર્ષીષ ઓનલાઈન માધ્યમથી શરૂ કરવાનું નક્કી કર્યું છે. અને આ ઓનલાઇન કોર્ષ વિદ્યાર્થીઓ આગામી શૈક્ષણિકસત્રથી કરી શકશે. રાજ્યના કે પછી દેશના જ નહીં પરંતુ વિશ્વનાં કોઈ પણ ખૂણેથી વિદ્યાર્થી હવે […]

જુનાગઢના કેશોદ એરપોર્ટને પુનઃ શરૂ કરાશે તો પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે

જૂનાગઢઃ  જિલ્લાના કેશોદ એરપોર્ટને વધુ એકવાર પુનઃ ધમધમતું કરવાની જાહેરાતથી આ વિસ્તારના વિકાસની તક ઉજળી બની છે.  છેલ્લા બે દાયકાથી બંધ પડેલા કેશોદ એરપોર્ટને ફરી શરૂ કરવામાં આવ્યા બાદ  સોરઠના વેપાર અને પ્રવાસન ક્ષેત્રને વિશેષ લાભ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ વૈશ્વિક પ્રવાસન અને વેપારને પ્રાધાન્ય […]

ભાજપ પણ આપના રસ્તે, દિલ્હીની જેમ રાજકોટમાં પણ હવે મહોલ્લા ક્લીનિક્સ શરૂ કરાશે

રાજકોટઃ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન પણ દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ જે રીતે મહોલ્લા ક્લીનિક્સ શરૂ કર્યા છે, તેવી રીતે રાજકોટ શહેરમાં પણ મહોલ્લા ક્લીનિક્સ શરૂ કરશે. શહેરના છેવાડાના લોકોને પોતાના વિસ્તારમાં જ આરોગ્ય સેવા મળી રહે તે માટે સરકારે મહોલ્લા ક્લિનિકના રૂપમાં દીનદયાળ ક્લિનિક શરૂ કરવાનો નવો પ્રોજેક્ટ હાથ ધર્યો છે જેની પ્રથમ શરૂઆત રાજકોટ શહેરમાં થશે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code