1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ત્રણ UG અને 10 PGના ઓનલાઈન કોર્સ શરૂ કરાશે
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ત્રણ UG   અને 10   PGના ઓનલાઈન કોર્સ શરૂ કરાશે

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ત્રણ UG અને 10 PGના ઓનલાઈન કોર્સ શરૂ કરાશે

0

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદેશોમાંથી પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકે તે માટેનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીએ UGC નિયમ મુજબ ત્રણ યુજી અને 10 પી.જીના કોર્ષીષ ઓનલાઈન માધ્યમથી શરૂ કરવાનું નક્કી કર્યું છે. અને આ ઓનલાઇન કોર્ષ વિદ્યાર્થીઓ આગામી શૈક્ષણિકસત્રથી કરી શકશે. રાજ્યના કે પછી દેશના જ નહીં પરંતુ વિશ્વનાં કોઈ પણ ખૂણેથી વિદ્યાર્થી હવે ગુજરાત યુનિવર્સિટીના ઓનલાઈન કોર્ષ હવે ભણી શકશે.

રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમ મુજબ 3 યુજી અને 10 પી.જીના કોર્ષીષ ઓનલાઈન માધ્યમથી શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા નક્કી કરવામાં આવેલા ધારાધોરણ મુજબ એલિજિબિલિટી દર્શાવીને આ કોર્ષ શરૂ કરી શકાશે. અત્યાર સુધી વિદ્યાર્થી કોઈ એક જ અભ્યાસ ક્રમમાં જોડાઈ શકાતો હતો, પણ હવે બદલાતા સમયની માંગ સાથે જ વિદ્યાર્થી એક સાથે એક ડિગ્રીનો અને એક ડિપ્લોમાનો કોર્ષ પણ કરી શકશે. આ કોર્ષમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન માધ્યમ દ્વારા જ શિક્ષણ આપવાની સાથે તેમની પરીક્ષા પણ ઓનલાઈન માધ્યમો દ્વારા જ લેવામાં આવશે. આ માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા 36થી વધુ આઈ.સી.ટી એનેબલ ક્લાસરૂમોની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, નવા શૈક્ષણિક સત્રથી શરૂ થશે આ કોર્ષ વિશ્વના કોઈ પણ વિદ્યાર્થીઓ કરી શકશે આ કોર્ષ આ તમામ કોર્ષ ઓનલાઈન માધ્યમથી ભણાવાશે. વિદ્યાર્થીએ પરીક્ષા પણ ઓનલાઈન માધ્યમથી આપવાની રહેશે. ગુજ.યુનિમાં ઓનલાઈન કોર્ષ 3 યુજી અને 10 પીજીના કોર્ષ શરૂ થશે. UGCના એક સર્ક્યુલર અંતર્ગત રાજ્યની તમામ યુનિવર્સિટીઓ 40 ટકા ઓનલાઇન અને 60 ટકા ઓફલાઈન કોર્ષ ચલાવી શકે છે. જેથી ગુજરાત યુનિવર્સિટીએ આ નવીન અભિગમ અપનાવ્યો છે. કેટલાક કોર્ષ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. જ્યારે ડીગ્રી કોર્ષ નવા શૈક્ષણિક સત્રથી શરૂ કરવામાં આવશે. કરન્ટ ટેકનોલોજીના, ડિફેન્સને લગતા કોર્ષ, ICTને લગતા કોર્ષ ઓનલાઇન આપવામાં આવશે. આ માટે ઇન્ટરનેશનલ કક્ષાના અભ્યાસ ક્રમને લગતું જ્ઞાન ડિલિવર થઈ શકે તેવા અદ્યતન કલાસરૂમ બનાવવામાં આવશે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.