1. Home
  2. Tag "Gujarat University"

ગુજરાત યુનિવર્સિટીએ NAACનો A+ ગ્રેડ મેળવ્યો

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીએ NAACનો A+ ગ્રેડ મેળવ્યો છે. યુનિવર્સિટી દ્વારા દસ વર્ષ બાદ ગ્રેડ મેળવવા માટે NAACમાં એપ્લાય કરતા પંદર દિવસ પહેલા ટીમ દ્વારા ઈન્સપેક્શન કરવામાં આવ્યું હતું.ટીમ 3 દિવસ યુનિવર્સિટીમાં ઇન્સ્પેક્શન કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટીને A+ મળતા 20 કરોડની જે ગ્રાન્ટ મળતી હતી તેની જગ્યાએ 100 કરોડ સુધીની મળશે.આ ઉપરાંત વિદ્યાર્થીઓને પણ એડમિશનમાં અને જોબ […]

વર્તમાન સમયમાં ભારતીય બંધારણને ભારતીય દ્રષ્ટીથી જોવાની આવશ્યકતા: તામીલનાડુના ગવર્નર આર. એન. રવી

અમદાવાદઃ ભારતીય વિચાર મંચ અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્ર્મે, “હમ ભારત કે પ્રજાજન” વિષય સાથે  બે દિવસીય રાષ્ટ્રીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તામિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. “હમ ભારત કે પ્રજાજન” કાર્યક્રમમાં તામીલનાડુના ગવર્નર આર. એન. રવીએ એકતા અને સાંસ્કૃતિક વારસા સાથે વર્તમાન સમયમાં ભારતીય બંધારણને ભારતીય દ્રષ્ટીથી જોવાની ટકોર કરી […]

ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગમાં 16 કરોડની ઉચાપત મુદ્દે ખૂલાશો મંગાશે

ગુજરાત યુનિ.ને તપાસ સમિતિનો રિપોર્ટ સુપરત કરાયો, હવે એમિનેશન વિભાગના પૂર્વ કો-ઓર્ડિનેટરનો ખૂલાશો પૂછાશે, યુનિવર્સિટી દ્વારા અગાઉ ખાનગી કોર્ષ ચલાવાતા હતા અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી કથિત ઉચાપતના મુદ્દે ફરી વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના એનિમેશન વિભાગમાં ભૂતકાળમાં ખાનગી કોર્ષ ચાલતા હતા. તત્કાલિન સમયના એનિમેશન વિભાગના પૂર્વ કો-ઓર્ડીનેટર કમલજીત લખતરિયાએ યુનિવર્સિટીના ખાતામાંથી ટુકડે ટુકડે પોતાના બેંક એકાઉન્ટ, પત્નીના […]

ગુજરાત યુનિવર્સિટી નિયમો વિરૂદ્ધ કાર્ય કરી શકે નહીઃ હાઈકોર્ટ

યુનિવર્સિટી પોતાના અહંકારના સંતોષ માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી શકે નહીં, હાઈકોર્ટમાં કેસની વધુ સુનાવણી 18મી નવેમ્બરે થશે, હવે પહેલા સેમેસ્ટરની પરીક્ષા હાઇકોર્ટની મંજૂરી બાદ જ યોજાશે અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી નિયમો વિરુદ્ધ કાર્ય કરી શકે નહીં. યુનિવર્સિટી પોતાના અહંકારના સંતોષ માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી શકે નહીં. તેમ ગુજરાત હાઈકોર્ટે વિદ્યાર્થીઓની એક રિટની […]

ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતક-અનુસ્નાતકની 87 ટકા બેઠકો ભરાઈ ગઈ

ઓનલાઈન પ્રવેશ કાર્યવાહીમાં 65,772 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો, ઓફલાઈનથી 4500 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો, આજે પ્રવેશ માટે અંતિમ દિવસ, અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં કોમન એડમિશન પોર્ટલને લીધે આ વખતે પ્રવેશની કાર્યવાહી લાંબી ચાલી છે. જેમાં બીએ, બીકોમ, બીએસસી સહિતની સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની 87 હજાર બેઠક માટે પ્રવેશ પ્રક્રિયાના બે ઓનલાઇન રાઉન્ડના અંતે કુલ 65,772 વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો […]

ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ જાણ કર્યા વિના અમદાવાદ છોડી શકશે નહીં

અમદાવાદઃ ભારતના પાડોશી એવા બાંગ્લાદેશમાં બે મહિનાથી ચાલી રહેલાં અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલન બાદ વડાપ્રધાન શેખ હસીનાએ ગઈકાલે સોમવારે રાજીનામું આપીને દેશ છોડીને ભારતમાં રાજકીય શરણ મેળવ્યું છે. બાંગ્લાદેશમાં હાલ કટોકટીની સ્થિતિ છે. ત્યારે  ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા બાંગ્લાદેશના 20 જેટલાં વિદ્યાર્થીઓ માટે યુનિ.એ ગાઈડલાઈન જાહેર કરી છે. જે અંતર્ગત બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ જાણ કર્યાં વિના અમદાવાદ […]

ગુજરાત યુનિવર્સિટીમાં જાપાની કંપનીઓ દ્વારા જોબફેર યોજાશે, વિદ્યાર્થીઓને વિદેશ જવાની તક

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ભવન અને કેમ્પસની જાપાનીઝ ડેલિગેશને મુલાકાત લીધી હતી. 11 જાપાનીઝ પ્રતિનિધિઓના ડેલિગેશને કૂલપતિ સહિત યુનિના અધિકારીઓ સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જેમાં આગામી સમયમાં જાપાનીઝ કંપનીઓ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં જોબ ફેર યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે જાપાનની યુનિવર્સિટી સાથે ગુજરાત યુનિવર્સિટી MOU કરશે. જાપાની કંપનીઓ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને […]

ગુજરાત યુનિવર્સિટી દ્વારા જીકાસમાં રજિસ્ટેશન કરાવેલા વિદ્યાર્થીઓને ઓન ઘ સ્પોટ પ્રવેશ અપાશે

અમદાવાદઃ રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં જીકાસના ઓનલાઈન રજિસ્ટ્રેશન બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જેમાં અનેક અડચણો ઊભી થતાં વિરોધ પણ થયો હતો. દરમિયાન જીકાસ પોર્ટલનું નેટવર્ક ખોરવાઈ ગયા બાદ પ્રથમ વર્ષ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ સહિતની વિદ્યાશાખામાં પ્રવેશને લગતી સમસ્યા સર્જાઈ હતી. આથી  આવી પરિસ્થિતિમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ પ્રવેશ પ્રક્રિયામાં કોઈ સમસ્યા ના સર્જાય […]

ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પોર્ટલનો છબરડો, વિદ્યાર્થીઓને ગર્લ્સ કોલેજમાં પ્રવેશ અપાયો

અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષથી તમામ સરકારી યુનિવર્સિટીમાં કોમન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીના યુજી કોર્સિસના કોમન એડમિશનમાં મોટો છબરડો સામે આવ્યો છે. વિદ્યાર્થીઓને ગર્લ્સ કોલેજમાં એડમિશન ફાળવાતા વિવાદ ઊભો થયો છે.  જીકાસની એજન્સી અને સમર્થના પોર્ટનમાં કોઈ વેરિફિકેશન સિસ્ટમ ન હોવાથી વિદ્યાર્થીઓને તેમની ચોઈસ મુજબ એડમિશન ફાળવી […]

બીએજેએમસીની પરીક્ષામાં ગુજરાત યુનિવર્સિટીના ટોપર્સમાં એનઆઈએમસીજેના ૧૧ વિદ્યાર્થીઓ

અમદાવાદ: તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર થયેલા બેચલર ઓફ આર્ટ્સ (જર્નલીઝમ એન્ડ માસ કમ્યુનિકેશન) બી.એ.જે.એમ.સી. ના અંતિમ વર્ષના પરિણામમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનીકેશન ઍન્ડ જર્નલીઝમ (એનઆઇએમસીજે)ના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી છે.યુનિવર્સિટીના પરિણામમાં ટોપર્સમાં સંસ્થાના ૧૧ વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. યુનિવર્સિટી દ્વારા જાહેર થયેલા પરિણામમાં તમામ છ સેમેસ્ટરના ગુણ પ્રમાણે નીચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code