1. Home
  2. Tag "Gujarat University"

ગુજરાત યુનિવર્સિટીના ઉત્તરવહી કૌભાંડમાં વધુ 14 આરોપીની પોલીસે કરી ધરપકડ

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં કેટલાક મહિના પહેલા ઉત્તરવહીકાંડ સર્જાયો હતો. આ બનાવથી ભારે હોબાણો મચ્યો હતો. નર્સિંગ પરીક્ષાની ઉત્તરવહીઓ ચોરીને વિદ્યાર્થીઓ પાસે લખાવીને ફરી એ જ જગ્યાએ મુકી દેવામાં આવતી હતી. આમ વિદ્યાર્થીઓને પાસ કરાવવાનું રેકેટ ચાલતું હતું. આ મામલે કૂલપતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ઉત્તરવહી કાંડના ગુનાનો ભેદ ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ કૌભાંડમાં સંકળાયેલા […]

યુવાનોએ નિષ્ફળતાનો ભય રાખ્યા વિના સફળ થવા માટે પ્રયત્નો ચાલુ રાખવા જોઈએઃ ઉપરાષ્ટ્રપતિ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના 72 મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના 51622 વિદ્યાર્થીઓને પદવી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીના અધ્યક્ષપદે આયોજિત આ દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવ્રતજી, CM ભૂપેન્દ્ર પટેલ તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજી અને મહાનુભાવોએ ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં નવનિર્મિત અટલ – […]

વાયબ્રન્ટને કારણે ગુજરાત યુનિવર્સિટીની આજે અને કાલે લેવાનારી પરીક્ષા રદ,

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ વિદ્યાશાખાઓની સેમેસ્ટર-1ની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. ત્યારે આજે 9મી અને કાલે 10 જાન્યુઆરીના અલગ અલગ વિષયોની પરીક્ષા યોજાવવાની હતી, પરંતુ વાઇબ્રન્ટ ગુજરાત સમિટને કારણે પરીક્ષા હાલ પૂરતી મોકુફ રાખવામાં આવી છે. રદ કરાયેલા બન્ને પેપરોની પરીક્ષા 17મી જાન્યુઆરીથી લેવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના પરિક્ષા વિભાગના સૂત્રના જણાવ્યા મુજબ  યુનિ. દ્વારા […]

ગુજરાત યુનિવર્સિટી દ્વારા L D કોલેજ, PRLથી 132 ફુટ રિંગ રોડ તરફ જતા રસ્તા પર 4 ગેટ મુકાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની દીવાલની બહાર 40 જેટલા લારી-ગલ્લા ખડકાયેલા હતા.જે મ્યુનિ.કોર્પોરેશનની મદદ લઈને યુનિવર્સિટી દ્વારા તમામ લારી-ગલ્લાઓને હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરીવાર તે જગ્યા પર લારી-ગલ્લાના દબાણો ન થાય તે માટે ફેન્સિંગ કરીને વૃક્ષો વાવી દેવામાં આવ્યા છે. ઉપરાંત યુનિવર્સિટી દ્વારા એલ.ડી. એન્જિનિયર કોલેજ વચ્ચે જતા રસ્તા પર ગેટ બનાવવામાં આવશે. અલગ-અલગ 4 […]

ગુજરાત યુનિવર્સિટીઃ શ્રીમદ ભગવત ગીતાજીની સાંપ્રત સમયમાં પ્રસ્તુત્તા વિષય ઉપર ચર્ચા સભા યોજાઈ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં શ્રીમદ ભગવત ગીતાજીની જ્યંતિની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્ય શાસ્ત્ર વિભાગ દ્વારા શ્રીમદ ભગવદ ગીતાજીના સાંપ્રત સમયમાં પ્રસ્તૃતતા વિષય ઉપર એક ચર્ચા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમદ ભગવદગીતા જયંતિ ના પાવન પર્વ નિમિતે રાજ્ય શાસ્ત્ર […]

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની દીવાલની બહાર ખડકાયેલા લારી-ગલ્લા હટાવાયાં,

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની દીવાલની બહાર ખડકાયેલા લારી-ગલ્લાના દબાણો દૂર કરાયા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા અચાનક જ લારી-ગલ્લા વાળાઓને નોટિસ આપીને ખાલી કરવા જણાવ્યું હતું. જે લારી-ગલ્લા વાળાઓએ ખાલી ન કરતા કોર્પોરેશનની મદદથી દબાણ દૂર કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીના નિર્ણયથી લારી ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. યુનિવર્સિટી વિરુદ્ધ સૂત્રોચાર પણ કર્યા હતા. ગુજરાત યુનિવર્સિટીની બાજુમાં આવેલા […]

ગુજરાત યુનિવર્સિટીના સમાજ વિદ્યા ભવનના ત્રણ પ્રોફેસરોને સસ્પેન્ડ કરાયા, 70ને બઢતી અપાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના સમાજ વિદ્યા ભવનના ત્રણ પ્રોફેસરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં સમાજવિદ્યા ભવનના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર મુકેશ ખટીક સામે તેમના જ વિભાગના મહિલા પ્રોફેસરે ફરિયાદ કરી હતી કે, મહિલા પ્રોફેસરની મૂકેશ ખટીક ખોટી રીતે હેરાન કરી માનસિક ત્રાસ આપે છે. આથી તપાસ માટે કમિટી નિમવામાં આવી હતી. તેના રિપોર્ટના આધારે પ્રો. મુકેશ ખટીકને […]

સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો તથા મજબૂત અર્થવ્યવસ્થા વિકસિત ભારતનો આધાર બનશે: CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આપણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો તથા મજબૂત અર્થવ્યવસ્થા વિકસિત ભારતનો આધાર બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા સાંસ્કૃતિક વારસા અને આપણી અર્થવ્યવસ્થાના પુન:જાગરણના સંવાહક છે. વર્ષ 2047માં આપણે જ્યારે આઝાદીનો શતાબ્દી મહોત્સવ ઉજવીએ ત્યારે ભારત વિકસિત દેશ હોય તે માટેનું દિશાદર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત યુનિવર્સિટી […]

ગુજરાત યુનિવર્સિટીમાં બે દિવસનું વેકેશન લંબાવાતા હવે સોમવારથી શિક્ષણ કાર્ય શરૂ થશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી 29મી નવેમ્બર સુધી દિવાળીનું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું પણ શૈક્ષણિક સંઘ તેમજ અધ્યાપકો દ્વારા બે દિવસ વેકેશન વધારવાની રજુઆત મળ્યા બાદ યુનિ.ના સત્તાધિશોએ દિવાળી વેકેશનમાં બે દિવસનો વધારો કર્યો છે. હવે તા 4થી ડિસેમ્બરને સોમવારથી યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે. ગુજરાત યુનિવર્સિટીમાં દિવાળી વેકેશનનો સમયગાળો પૂર્ણ થયો છે, […]

ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપકોએ 200 ઉત્તરવહીઓ તપાસવી પડશે, હવે બહાનાબાજી નહીં ચાલે

અમદાવાદઃ રાજ્યમાં કોમન યુનિવર્સિટી એક્ટનો અમલ કરી દેવાયો છે. હવે સરકારી યુનિવર્સિટીઓમાં કામનું ભારણ અને જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા દરેક અધ્યાપકોને ફરજિયાત 200 ઉત્તરવહીઓ ચકાસવાની કામગીરી કરવાનો નિર્ણ લેવામાં આવ્યો છે. પરીક્ષા ટાણે જ કેટલાક અધ્યાપકો બહાનાબાજી કરતા હોય છે. તે હવે ચલાવી લેવામાં આવશે નહીં. પરીક્ષાની ઉત્તરવહીઓનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code