Site icon Revoi.in

 ફળો પર લગાવવામાં આવતા સ્ટિકરની રસપ્રદ વાત -જાણો શું દર્શાવે છે  સ્ટિકર પરના જૂદા જૂદા કોડ

Social Share

આપણે ફળો ખાવાના શોખિન હોઈએ છીએ, ઘણી વાર તમે નોટી સ કર્યું હશે કે તમે સફરજન, નારંગી,કિવી જેવા ફળો ખરીદતા હોવ ત્યારે તેના પર ગોળાકારનું એક નાનું સરસમજાનું સ્ટિકર હોય છે, આપણે ક્યારેય મહી વિચાર્યું હોય કે તે શા માટે હોય છે, બસ આપણે ફળો ઘરે લાવીએ છીએ ,સ્ટિકર કાઢીને ફળ ધોઈને ખાવા લાગીએ છીએ, પરંતુ આસ્ટિકર પાછળ ઘણા કારણો હોય છે ચાલો જાણીએ

ખાસ કરીને આ જુદા-જુદા પ્રકારના સ્ટિકરો હોય છે જેના અર્થ પણ જૂદા જૂદા જોવા મળે છે.આ સ્ટીકરોના કોડ વિશે જાણીણે માહિતી તો તે ફળ વિશે પણ વધુ પડતી માહિતી મળી શકે છે. આ સ્ટીકર દ્વારા આપણને જાણકારી મળે છે કે, કયુ ફળ ખરીદવુંવ જોઈએ,

1 – જો કોઈ પણ ફળ પર પાંચ ડિજિટનો કોડ હોય અને તે નવ નંબરથી શરુ થતો હોય તો તેનો અર્થ એ થાય છે કે, તેને જૈવિક રીતે ઉગાડવામા આવ્યુ છે પરંતુ, તેના જેનેટિક સ્વરુપને મોડિફાઈ કરવામા નથી આવ્યુ.2 – જો આ સ્ટીકર પરનો કોડ આઠ નંબરથી શરૂ થતો હોય તો તેનો અર્થ એ થાય છે કે તેના જેનેટિક સ્વરૂપને મોડિફાઈ કરવામા આવ્યુ છે.
3 – આ સિવાય જો ફળ અને સબ્જી પર ચાર ડિજિટવાળા અંક હોય તેનો અર્થ એવો થાય છે કે, આ ફળને ઉગાડવા માટે મોટા પ્રમાણમા જંતુનાશકનો ઉપયોગ કરવામા આવ્યો છે4 – આ સિવાય જે ફળ પર પાંચ ડિજિટવાળા નંબર હોય અને તે આઠ થી શરુ થતો હોય તો તેનો અર્થ એ થાય છે કે, આ ફળને જૈવિક રીતે ઉગાડ્યુ છે પરંતુ, તેના પર આનુવાંશિક સંશોધનો કરવામા આવ્યા છે પરંતુ, આ ફળ ચાર ડિજિટવાળા ફળ કરતા પણ સારા છે.
5 – આ સાથે જ જે ફળના સ્ટીકરમા પાંચ ડિજિટવાળા નંબર હોય પરંતુ, તે નવથી શરૂ થતો હોય. આ ફળ ખાવા જોઈએ અને તેની ગુણવત્તા સર્વશ્રેષ્ઠ હોય છે.