Site icon Revoi.in

હોગકોંગના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં લાગી વિકરાળ આગ, 13 ઘાયલ, 150 લોકો ફસાયા, બચાવકાર્ય શરૂ

Social Share

નવી દિલ્હી: હોગકોંગમાં એક દુર્ઘટના ઘટી છે. અહીંયા આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરની બિલ્ડીંગમાં ભયાનક આગ લાગી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ બિલ્ડીંગમાં 150 લોકો ફસાયા હોવાની આશંકા છે. આગ એટલી વિકરાળ છે કે તેનો ધૂમાડો 39 માળની બિલ્ડીંગમાં ફેલાઇ ગયો હતો.

આ ભીષણ આગની ઝપેટમાં આવી જતા ઓછામાં ઓછા 13 લોકો ઘાયલ થયા છે તેવું પોલીસ અને ફાયર વિભાગે કહ્યું હતું. તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ 39 માળની બિલ્ડીંગમાં કેટલીક ઓફિસ, રેસ્ટોરન્ટ અને મોલ આવેલા છે. આ આગ બિલ્ડીંગના મોલના યુટિલિટી રૂમમાં લાગી હતી. ત્યારબાદ આગ પ્રસરી હતી.

બિલ્ડીંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવકર્મીઓ જહેમત ઉઠાવી રહ્યા છે અને સતત પ્રયાસો કરી રહ્યા છે. બચાવકર્મીઓએ બીજી તરફ સીડી અને માસ્કનો ઉપયોગ કરીને મોટા ભાગની આગ પર કાબૂ મેળવ્યો છે.

અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર, લગભગ 100થી વધુ લકોને બિલ્ડીંગના ઉપરના માળેથી બચાવી લેવાયા છે. તેમાંથી કેટલાકે ધૂમાડાથી બચવા માટે તેમના નાક અને મોંને કપડાંથી ઢાંકી દીધા હતા. પોલીસે 39 માળના વર્લ્ડ ટ્રેડ સેન્ટરની આસપાસના કેટલાક મુખ્ય રસ્તાઓ બંધ કરી દીધા છે.