Site icon Revoi.in

અમેરિકન શેરબજાર ધ્વસ્ત થવાથી ટેક ધનકુબેરોની સંપત્તિમાં 67 અબજ ડોલરનો ઘટાડો

Social Share

નવી દિલ્હી: અમેરિકામાં ફેડરલ રિઝર્વ આ વર્ષે વ્યાજદરો વધારે તેવી પૂરી સંભાવના છે ત્યારે તેને કારણે શેરબજારમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. આ જ કારણોસર વિશ્વના ધનિકોનું સંપત્તિમાં જંગી ધોવાણ જોવા મળ્યું છે.

બ્લુમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર વિશ્વના પાંચ ધનકુબેરોની સંપ્તતિમાં ગત સપ્તાહમાં 67 અબજ ડોલરનો ઘટાડો થયો છે.

નાસ્ડાકનો મુખ્ય નાસ્ડાક 100 ઇન્ડેક્સ નવેમ્બર મહિનામાં ઓલ ટાઇમ હાઇ 16764 થયા પછી સતત ઘટી રહ્યો છે અને શુક્રવારે 14438 બંધ રહ્યો હતો જે 13.9 ટકાનો ઘટાડો દર્શાવે છે. આ ઇન્ડેક્સની 100 કંપનીઓમાંથી 83 કંપનીઓના શેર્સના ભાવ ઘટેલા છે.

વિશ્વમાં સૌથી ધનિક અને ટેસ્લાના ફાઉન્ડર ઈલોન મસ્કની સંપત્તિ ગત એક જ સપ્તાહમાં 25 અબજ ડોલર ઘટી ગઈ છે. જોકે, હજુ પણ તે સૌથી ધનિક વ્યક્તિ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. નવેમ્બર મહિનામાં જયારે શેરબજારો તેજીમાં હતા ત્યારે બ્લુમબર્ગના અહેવાલ અનુસાર મકસની સંપત્તિ 243 અબજ ડોલર હતી એ પછી અત્યારે તેમની સંપત્તિ 168 અબજ ડોલર આંકવામાં આવી રહી છે એટલે કે બે મહિનામાં તેમની સંપત્તિમાં 63 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે.

સંપત્તિના કારણે ગત વર્ષે મસ્કે 15 અબજ ડોલરનો ટેક્સ ચૂકવવો પડયો હતો. ટીવટર ઉપર લોકોની સહમતિ મેળવી તેમણે 10 ટકા શેર વેચ્યા પછી તેમની સંપત્તિમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસની સંપત્તિ 20 અબજ ડોલર ઘટી ગઈ છે.

મહત્વનું છે કે, ફેસબુકના માર્ક ઝુકરબર્ગની સંપત્તિ 10.4 અબજ ડોલર, ગુગલના લેરી પેજની 7.6 અબજ ડોલર અને બીલ ગેટ્સની સંપત્તિમાં 4.3 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે.