Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં પણ હરે રામ, હરે કૃષ્ણાની ગૂંજ, હિંદુઓએ નવરાત્રિની કરી ઉજવણી

Social Share

નવી દિલ્હી: સમગ્ર અફઘાનિસ્તાનમાં તાલિબાનની દહેશત અને ડર છે જો કે આ વચ્ચે હિંમત અને સાહસ જોવા મળી રહી છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં હિંદુ સમુદાયના લોકોએ નવરાત્રિના પાવન પર્વ પર કિર્તન અને જગરાતા કર્યા હતા.

પ્રાપ્ત જાણકારી અનુસાર, હિંદુઓએ કાબુલમાં સ્થિત અસમાઇ મંદિરમાં કિર્તન અને જાગરણ કર્યું હતું. કેટલાક વીડિયો પરથી આ મંદિર અસમાઇ મંદિર જ હોવાનું જણાઇ રહ્યું છે.

આ અંગે અસમાઇ મંદિરની મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ રામ શરણ સિંહે જણાવ્યું હતું કે, તેમણે કિર્તન અને જાગરણની સાથોસાથ ભંડારાનું પણ આયોજન કર્યું, જેમા જરૂરિયાતમંદોને ભોજન આપવામાં આવતું હતું. આ કાર્યક્રમમાં લગભગ 150 લોકો એકત્ર થયા હતા, જેમાં અફઘાનિસ્તાનમાં વસવાટ કરતા હિંદુઓની સાથે શીખો પણ હતા.

અફઘાનિસ્તાનમાં આ હિંદુઓ અને શીખો ડર અને દહેશતના માહોલ વચ્ચે રહે છે અને હવે તેઓ અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવા માટે ભારત સરકારને વિનંતી કરી રહ્યા છે.

નોંધનીય છે કે, આ મંદિર કાબુલમાં સ્થિત કરતે પરવાન ગુરુદ્વારાથી 4-5 કિલોમીટર દૂર છે.