Site icon Revoi.in

કાબૂલમાં અમેરિકાએ કરી ફરી એરસ્ટ્રાઇક, સેનાએ કહ્યું – આત્મરક્ષામાં કરી એરસ્ટ્રાઇક

Social Share

નવી દિલ્હી: કાબૂલ એરપોર્ટ બહાર ફરીથી આતંકી હુમલાની આશંકા વચ્ચે કાબૂલ પર રવિવારે હુમલાના ધુમાડા સાથે સ્પષ્ટ થઇ ગયું છે કે આ આતંકી હુમલો નથી, પરંતુ અમેરિકાએ આતંકીઓ પર એરસ્ટ્રાઇક કરી છે. અમેરિકી સેનાએ તેની પુષ્ટિ કરતા જણાવ્યું કે, તેણે ઇસ્લામિક સ્ટેટના આતંકીઓને નિશાન બનાવ્યા અને તે સટીક રહ્યું. એવી જાણકારી મળી રહી છે કે, આ આત્મઘાતી હુમલાખોર ગાડીમાં હાજર હતો અને રોકેટ હુમલા બાદ આ વિસ્ફોટકોને કારણે ધમાકો થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા બિલ અર્બને કહ્યું કે અમેરિકી સેનાએ આત્મરક્ષામાં કાબૂલમાં એક ગાડી પર એર સ્ટ્રાઇક કરી છે, જેમાં ISIS-K નો એક મોટો આતંકી માર્યો ગયો છે, જે હામિદ કરઝાઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે ખતરો હતો. અમને વિશ્વાસ છે કે અમે સફળતાપૂર્વક ટાર્ગેટ હિટ કર્યો છે.

એક મોટો બીજો ધમાકો જણાવે છે કે ગાડીમાં મોટી માત્રામાં વિસ્ફોટકો ભરેલો હતો. અમે લોકોના મોતનું આકલન કરી રહ્યા છીએ, પરંતુ હજુ આવો કોઇ સંકેત મળ્યો નથી. આ પહેલા આવેલા સમાચારોમાં કહેવામાં આવ્યું હતું કે, એક બાળક સહિત બે લોકોનાં મોત થયા છે. જ્યારે કેટલાક લોકોને ઇજા થઇ છે. સોશિયલ મીડિયા પર આવેલા ફૂટેજમાં રહેણાક વિસ્તારોમાં કાળા ધૂમાડા જોવા મળી રહ્યાં છે. ધમકો થતા તે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Exit mobile version