Site icon Revoi.in

અલકાયદાએ તાલિબાનને વિજયની શુભેચ્છાઓ આપી, કાશ્મીર મુદ્દે પણ આ વાત કરી

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ હવે સમગ્ર અફઘાનિસ્તાન પર તાલિબાનની હકૂમત બાદ અલકાયદાએ તાલિબાનને શુભેચ્છા પાઠવી છે. શુભેચ્છા સંદેશામાં ઇસ્લામના દુશ્મનોની ચુંગાલમાંથી કાશ્મીર અને અન્ય તથાકથિત ઇસ્લામિક ભૂમિની મુક્તિનું આહ્વાન કર્યું હતું. અલકાયદાના આ શુભેચ્છા સંદેશે ભારતની ચિંતા વધારી છે.

અમેરિકી સેનાઓએ અફઘાનિસ્તાન છોડ્યું ત્યાર બાદ તાલિબાને જાહેરાત કરી હતી કે, અફઘાનિસ્તાને સંપૂર્ણ આઝાદી હાંસલ કરી લીધી છે. તેના થોડા કલાકો બાદ જ અલકાયદાએ તાલિબાનને શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો.

અલકાયદાએ તાલિબાનને જે શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે તેમાં લખ્યું છે કે, ઇસ્લામિક ઉમ્માહને અફઘાનિસ્તાનમાં અલ્લાહ દ્વારા આપવામાં આવેલી આઝાદી મુબારક. ઓ અલ્લાહ, લેવંત, સોમાલિયા, યમન, કાશ્મીર અને વિશ્વની અન્ય ઇસ્લામી જમીનોને ઇસ્લામના દુશ્મનોથી આઝાદ કરાવો. ઓ અલ્લાહ, સમગ્ર વિશ્વમાં મુસ્લિમ કેદીઓને આઝાદી અપાવો.

અલકાયદાએ વધુમાં લખ્યું હતું કે, અમે સર્વશક્તિમાન અને સર્વવિદ્યમાન અલ્લાહની પ્રશંસા કરીએ છીએ કે તેમણે અવિશ્વાસના મુખિયા અમેરિકાને અપમાનિત કર્યું અને તેને પરાજય આપ્યો. અમે તેમની પ્રશંસા કરીએ છીએ કે, તેમણે અમેરિકાને તોડી નાખ્યું અને ઈસ્લામની ધરતી અફઘાનિસ્તાન પર તેને પરાજય આપ્યો.

Exit mobile version