Site icon Revoi.in

અફઘાનિસ્તાનથી સૈન્ય વાપસીના બાયડનના નિર્ણયથી અમેરિકનો નાખુશ, બાયડનનું અપ્રૂવલ રેટિંગ ઘટ્યું

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનથી સૈન્ય વાપસીના બાયડનના નિર્ણયની અસર હવે જોવા મળી રહી છે. હવે બાયડનનું અપ્રૂવલ રેટિંગ ઓછુ કરી દેવામાં આવ્યું છે. જે હવે 43 ટકા છે.

USના એક પોલ અનુસાર લગભગ 56 ટકા અમેરિકન નાગરિકોએ જો બાયડનની વિદેશ નીતિની રીતનો અસ્વીકાર કર્યો છે. મેરિસ્ટ પોલ દ્વારા પ્રકાશિત ડેટા અનુસાર લગભગ અમેરિકાની 61 ટકા વસ્તી અફઘાનિસ્તાનથી અમેરિકન સૈન્યની વાપસીની વિરુદ્વ છે. અમેરિકન આ અંગે નિશ્વિત નથી કે અફઘાનિસ્તાનમાં વાસ્તવમાં શું જોઇતું હતું. 71 ટકા લોકો અનુસાર અમેરિકા અફઘાનિસ્તાનમાં નિષ્ફળ રહ્યું છે.

પોલ અનુસાર 73 ટકા રિપબ્લિકન બાયડનની વિદેશ નીતિને અયોગ્ય માને છે. ત્યારે 66 ટકા ડેમોક્રેટે પણ તેમની આ નીતિ પરત્વે અસંતોષ વ્યક્ત કર્યો છે. આ પોલમાં અંદાજે 75 ટકા સ્વતંત્ર રાજનેતા સામેલ હતા. પોલના પરિણામ અનુસાર 61 ટકા લોકોને લાગે છે કે અફઘાનિસ્તાનને અમેરિકન ભાગીદારી વગર પોતાનું ભાવિ નક્કી કરવું જોઇએ.

પોલ અનુસાર 37 ટકા લોકોનું માનવું હતું કે, તમામ અફઘાન સૈનિકોને પાછા બોલાવી લેવા જોઇતા હતા. ત્યારે 38 ટકાનો મંતવ્ય હતું કે, થોડાકને જ પાછા બોલાવી કેટલાકને ત્યાં રાખવા જોઇતા હતા. 10 ટકા લોકો અનુસાર કોઇપણ સૈનિકને પાછા નહોંતા બોલાવવા જોઇતા.

જો કે અફઘાનિસ્તાનમાં અમેરિકાની નિષ્ફળતા માટે અમેરિકનો બાયડન ઉપરાંત બુશને પણ જવાબદાર માને છે. 36 ટકા મતદારો માને છે કે અફઘાનિસ્તાનમાં સૈન્ય મિશનની નિષ્ફળતા માટે જ્યોર્જ ડબલ્યૂ બુશ જવાબદાર છે. તે ઉપરાંત સૈન્ય મિશનની નિષ્ફળતા માટે જો બાયડન 21 ટકા, ડોનાલ્ડ ટ્રમ્પ 12 ટકા તેમજ બરાક ઓબામા 15 ટકા જવાબદાર છે.