Site icon Revoi.in

અમેરિકા ખુરાસાનનો ખાત્મો કરવા લેશે તાલિબાનની મદદ, કરી શકે છે એરસ્ટ્રાઇક

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની છેલ્લી બટાલિયનની વિદાય સાથે ભલે તાલિબાનીઓ જશ્ન મનાવી રહ્યા હોય પરંતુ અમેરિકા આતંકી વિરુદ્વ એક્શન ચાલુ રાખશે. આગામી દિવસોમાં આતંકીઓનો ખાત્મો બોલાવવા માટે અમેરિકા આતંકીઓ વિરુદ્વ એરસ્ટ્રાઇક કરી શકે છે તેવું અમેરિકી સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું. અહીંયા ખાસ વાત એ છે કે, અમેરિકા આ કામ માટે તાલિબાનનો સહારો લઇ શકે છે.

અમેરિકી સૈન્યના જનરલ માર્ક મિલી અનુસાર અમેરિકા અફઘાનિસ્તાનમાં રહેલા ઇસ્લામિક આતંકીઓ વિરુદ્વ એરસ્ટ્રાઇક કરી શકે છે. એરસ્ટ્રાઇકને અંજામ આપવા અમેરિકા તાલિબાન સાથે હાથ મિલાવે તેવી પણ સંભાવના છે. તાલિબાન એક ક્રૂર સંગઠન છે અને હજુ પણ પહેલા જેવી જ ક્રૂરતા ધરાવે છે. જો કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના ભાવિ અંગે અત્યારે કોઇ અંદાજો ના લગાવી શકાય.

તાજેતરમાં અમેરિકાએ જ્યારે લાખો લોકોનું રેસ્ક્યુ કર્યું તે સમયે અમેરિકા અને તાલિબાન વચ્ચે પ્રોફેશનલ સંબંધો રહ્યા. કારણ કે, તાલિબાને અમેરિકી નાગરિકો માટે એરપોર્ટ સુધીનો સેફ પેસેજ તૈયાર કર્યો હતો.

અમેરિકાએ અફઘાનિસ્તાન છોડ્યું તે પહેલા પણ ISIS-K વિરૂદ્ધ એરસ્ટ્રાઈક કરી હતી. ISIS-Kએ કાબુલ એરપોર્ટ પર હુમલો કર્યો હતો જેમાં 13 અમેરિકી સૈનિકોના મોત થયા હતા.