Site icon Revoi.in

WHOએ ફરી વુહાનમાં તપાસની કરી માંગ, તો ચીને અકળાઇએ આપ્યું આ નિવેદન..

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીની ઉત્પત્તિને લઇને સમગ્ર વિશ્વ ચીનને જવાબદાર માની રહ્યું છે અને હવે ઉલ્ટા ચોર કોટવાલને દંડે જેવી સ્થિતિ ઉપસ્થિત થઇ છે. ચીને કહ્યું કે, કોરોના ચીનમાં નહીં પણ અમેરિકામાં પેદા થયો છે.

આ અંગે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું છે કે, જો લેબની તપાસ કરવાની હોય તો WHOના નિષ્ણાત ફોર્ટ ડ્રેડિક જવું જોઇએ. ઝાઓ લિજિયાનનું નિવેદન એ દાવાને લઇને આવ્યું છે કે કોરોના વાયરસ એક લેબમાંથી નિકળ્યો અને માણસોમાં ફેલાયો. જો કે ચીની વુહાનમાં સૌથી પહેલો કેસ આવ્યો હતો. જો કે ચીન સતત તેમના પરના આરોપોને ફગાવી રહ્યું છે. લીક થિયોરીના સમર્થકોએ અમેરિકન બાયોલોજીકલ લેબની તપાસ કરવી જોઇએ.

ઝાઓએ વધુમાં ઉમેર્યું હતું કે, અમેરિકાએ પારદર્શી અને જવાબદારીપૂર્વક કામ કરવું જોઇએ અને WHOના નિષ્ણાતોને પોતાની ફોર્ટ ડેટ્રિક લેબની તપાસ માટે નિમંત્રિત કરવા જોઇએ. બસ આ જ રીતે સત્ય વિશ્વ સમક્ષ આવી શકે છે.

મહત્વનું છે કે, WHOએ ફરીથી પ્રસ્તાવ મુક્યો હતો કે કોરોનાની ઉત્પત્તિને શોધવા માટે બીજા તબક્કાની તપાસ કરવી જોઇએ. આ અંતર્ગત ચીનની લેબ અને વુહાનના માર્કેટની તપાસ થવી જોઇએ. પહેલી તપાસમાં WHOની ટીમની સાથે ચીની શોધકર્તાઓએ પણ ચીનના વુહાનનો પ્રવાસ કર્યો હતો.

આપને જણાવી દઇએ કે આ ટીમ જાન્યુઆરી મહિનામાં ચીન ગઇ હતી અને બાદમાં જારી કરવામાં આવેલી તપાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વાયરસ શક્ય છે કે ચામાચીડિયા કે અન્ય જાનવરોમાંથી માણસમાં ફેલાયો હોય.