Site icon Revoi.in

ઇજિપ્તના પિરામિડથી બમણા આકારનો ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી થશે પસાર

Social Share

આપણું બ્રહ્માંડ વિશાળ છે અને ઉલ્કાપિંડ તેનો જ એક ભાગ છે. અનેકવાર અનેક પ્રકારના ઉલ્કાપિંડ પૃથ્વીની પાસેથી પસાર થતા હોય છે. આ મહિને એટલે કે સપ્ટેમ્બરમાં કેટલાક Asteroid પૃથ્વીની નજીકથી પસાર થવાના છે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ કેટલાક Asteroid પૃથ્વી તરફ આવવાની ચર્ચા થઇ રહી છે. NASA સહિત દુનિયાભરના ખગોળશાસ્ત્રીની આ Asteroid પર નજર છે. તેમાંથી એક Asteroid ઇજપ્તિના પિરામિડના આકારથી પણ મોટો છે.

આ ઉલ્કાપિંડ ઝડપી ગતિએ પૃથ્વી તરફ ઘસી રહ્યો છે. આ સપ્તાહે પસાર થનારા ઉલ્કાપિંડમાંથી કોઇપણ પૃથ્વીને નુકસાન નહીં પહોંચાડે. જો કે, ખગોળશાસ્ત્રી તેની પર નજર રાખી રહ્યા છે. 465824 (2010 FR) નામનો Asteroid ખૂબ જ ઝડપી ગતિએ પૃથ્વી તરફ આવી રહ્યો છે. તેની ગતિ 14 કિલોમીટર પ્રતિ સેકન્ડની છે અને તે ગતિ હાઇ સ્પેરસોનિક ગતિથી પણ વધુ છે.

આ ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી 6 સપ્ટેમ્બરના રોજ પસાર થશે. તે અપોલો ક્લાસનો એસ્ટેરોઇડ માનવામાં આવે છે કારણ કે તે પૃથ્વીની કક્ષાની અંદરથી પસાર થશે. આ ઉલ્કાપિંડની બીજી એક ખાસ વાત એ છે કે તે ઇજિપ્તાના ગીઝા પિરામિડના આકારથી બમણો છે. તેનો આકાર 120 થી 270ના વ્યાસનો હોવાનું કહેવાય છે. આ ઉલ્કાપિંડથી પૃથ્વીને કોઇ ખતરો નથી.

NASAએ તેને નિયર અર્થ ઓબ્જેક્ટ (NEO)ની ક્લાસનો Asteroid ગણાવ્યો છે. આવા પિંડ એવા ધૂમકેતૂ કે ઉલ્કાપિંડ હોય છે જે આપણા સૂર્યથી 1.3 એસ્ટ્રોનોમિક યૂનિટ ના અંતરથી આવી શકે છે. એસ્ટ્રોનોમિકલ યૂનિટ અંતર એક ખગોળીય એકમ છે જે સૂર્ય અને પૃથ્વીની વચ્ચેનું સરેરાશ અંતર છે.

નાસાના જણાવ્યા મુજબ નિયર અર્થ ઓબ્જેક્ટ શબ્દ એવા ઉલ્કાપિંડો માટે હોય જે ગ્રહોની આસપાસ આવીને તેના ગુરુત્વાકર્ષણ બળથી પ્રભાવિત થઇ જાય છે અને ગ્રહોની કક્ષાની અંદર સુધી આવી જાય છે.

(સંકેત)