Site icon Revoi.in

ઓમિક્રોન સામે હવે મળશે સુરક્ષા ક્વચ, આ વેક્સિન ઓમિક્રોન સામે આપશે રક્ષણ

Social Share

નવી દિલ્હી: ઓમિક્રોનના નવા વેરિએન્ટ સામે રક્ષણ આપવા માટે એસ્ટ્રાજેનેકાની વેક્સિન કારગર હોવાનું કંપની જણાવી રહી છે. ઓક્સફોર્ડ યુનિ.ના લેબ અભ્યાસને આધારે બ્રિટનની કંપની એસ્ટ્રાજેનેકાએ દાવો કર્યો છે કે, તેની ત્રણ ડોઝવાળી વેક્સિન ઓમિક્રોનની સામે સપૂર્ણપણે રક્ષણ પૂરું પાડી શકે છે.

એક તરફ જ્યારે એવી ખબર છે કે ઓમિક્રોન કોવિડની તમામ વેક્સિનને થાપ આપવા માટે માહેર છે ત્યારે બીજી તરફ વૈજ્ઞાનિકોએ ઓમિક્રોન સહિતના તમામ કોવિડ વેરિએન્ટ સામે કારગર નિવડે તેવી સુપર વેક્સિન વિકસાવી છે. બ્રિટનની વેક્સિન નિર્માતા કંપની એસ્ટ્રાજેનેકાનો દાવો છે કે તેની ત્રણ ડોઝ વાળી વેક્સિન કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનની સામે રક્ષણ આપી શકે છે.

બીજી તરફ એમેરિકી મેગેઝિન ડિફેન્સ વન અનુસાર, મિલિટરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે કોવિડના તમામ વેરિએન્ટની સામે અસરકારક વેક્સિનનું નિર્માણ કર્યું છે અને હાલમાં તેની ટ્રાયલ ચાલી રહી છે. આ વેક્સિનને ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. સેનાએ વર્ષ 2020ની શરૂઆતમાં સ્પાઇક ફેરિટિન નેનોપાર્ટિકલ્સ આધારિત વેક્સિનનું ઉત્પાદન શરૂ કર્યું હતું.

મિલિટરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આગામી થોડા દિવસમાં આ વેક્સિન માર્કેટમાં આવી શકે છે હાલમાં તેના પ્રથમ તબક્કાની ટ્રાયલ પૂરી થઈ છે અને તેના પરિણામો ઘણા સારા મળ્યાં છે.