Site icon Revoi.in

ચીનની વાંગ યાપિંગ અંતરિક્ષમાં વોકિંગ કરનાર વિશ્વની પ્રથમ મહિલા બની, જુઓ VIDEO

Social Share

નવી દિલ્હી: હવે અંતરિક્ષમાં કોઇ મહિલા અંતરિક્ષ યાત્રી વોકિંગનો પણ રેકોર્ડ બન્યો છે. ચીનના અંતરિક્ષ યાત્રી વાંગ યાપિંગે અવકાશી ઇતિહાસમાં વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.

ચીનના વાંગ યાપિંગ અંતરિક્ષ મિશન દરમિયાન સ્પેસ સ્ટેશનની બહાર નીકળેલી પ્રથમ ચીની મહિલા છે. વાંગ યાપિંગ સાથે પુરુષ અવકાશયાત્રી ઝાઇ ઝિગાંગ સાથે નિર્માણાધીન સ્પેશ સ્ટેશનની બહાર નીકળ્યો હતો અને પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. એક મીડિયા અહેવાલ અનુસાર બંને સ્પેસ સ્ટેશનના કોર મોડ્યુલ તિયાનમાંથી બહાર નીકળી ગયા હતા.

પ્રથમવાર એક મહિલા અંતરિક્ષ યાત્રી અવકાશના ઇતિહાસમાં અંતરિક્ષમાં સાડા છ કલાક સુધી ચાલી હતી. ચાઇના મેન્ડ સ્પેસ એજન્સીના નિવેદન અનુસાર ચીનના અંતરિક્ષ ઇતિહાસમાં આ પ્રથમવાર છે જ્યારે કોઇ મહિલા અંતરિક્ષ યાત્રી અંતરિક્ષમાં ગઇ હોય.

આપને જણાવી દઇએ કે ચીનનું ક્રૂ મિશન 16 ઑક્ટોબરના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં ચીનના સ્પેસ સ્ટેશન પર તેના ત્રણ અવકાશયાત્રીઓ છે. તેઓ છ મહિના ત્યાં રહેશે. આ મિશનની સફળતા સાથે ચીન અવકાશ શક્તિ બનવાની દિશામાં એક પગલું આગળ વધશે. ત્રણેય અવકાશયાત્રીઓએ 15 ઑક્ટોબરની મધ્યરાત્રિએ ઉત્તર પશ્વિમ ચીનના ગોબી રણના જીઉકવાન લોન્ચ સેન્ટરથી ઉડાન ભરી હતી.

નોંધનીય છે કે, આ મિશનનું નેતૃત્વ 55 વર્ષના ઝાઇ ઝિગાંગ કરી રહ્યા છે. તેઓ અનુસાર અગાઉના દરેક મિશન કરતાં આ સ્પેસવોક વધુ પડકારજનક સાબિત થશે. ઝાઇ 2008માં વોકિંગ કરનાર પહેલો અવકાશયાત્રી છે. મિશનના ક્રુ મેમ્બર્સમાનો એક 41 વર્ષીય મિલિટરી પાઇલટ વાંગ યાપિંગ તે 2013માં અવકાશમાં જનાર બીજી મહિલા બની હતી. જ્યારે હવે તે સ્પેસ સ્ટેશન પહોંચનાર પ્રથમ મહિલા અવકાશયાત્રી છે.