Site icon Revoi.in

અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ત્રણ માળની ઇમારત આગની લપેટમાં, 7 બાળકો સહિત 13નાં કરુણ મોત

Social Share

નવી દિલ્હી: અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ત્રણ માળની બિલ્ડિંગમાં વિકરાળ આગ લાગતા 7 બાળકો સહિત કુલ 13 લોકોના કરુણ મોત નિપજ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમેરિકાના પૂર્વીય શહેર ફિલાડેલ્ફિયામાં એક ભયંકર અકસ્માત સર્જાયો જેમાં 7 બાળકો સહિત 13 લોકોનાં મોત થયા છે. ફિલાડેલ્ફિયામાં સ્થિત N23rd સ્ટ્રીટના 800 બ્લોકમાં આવેલી 3 માળની ઇમારતમાં ભયંકર આગ લાગી હતી જેમાં 7 બાળકો સહિત 13 લોકો બળીને ભડથું થઇ ગયા હતા.

આગ એટલી વિકરાળ હતી કે હજુ પણ મૃતકોના આંક વધી શકે છે. બિલ્ડિંગમાંથી અનેક ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા છે. હાલ 13 મૃતકો ઉપરાંત બે વ્યક્તિ પણ એવા છે જે ગંભીર રીતે ઘાયલ છે. જેથી તેઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘટનાસ્થળે સ્મોક ડિટેક્ટર ખરાબ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો સ્મોક ડિટેક્ટર યોગ્ય રીતે કામ કરતું હોત તો લોકો આગ લાગતા પહેલા જ બિલ્ડીંગમાંથી બહાર નીકળી શકતા.

ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ગાડીઓ ત્યાં પહોંચી હતી અને માત્ર 50 મિનિટની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો જો કે ત્યાં સુધીમાં 7 બાળકોના સહિત 13 લોકોના કરુણ મોત થયા હતા. જ્યારે ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.