Site icon Revoi.in

કહેર: અમેરિકાના કેંટકીમાં વાવાઝોડાનું તાંડવ: 50 લોકોનાં મોત, રાજ્યમાં ઇમરજન્સી લાગુ

Social Share

નવી દિલ્હી: અમેરિકા વારંવાર કોઇને કોઇ કુદરતી આફતનું ભોગ બનતું રહે છે. હવે વધુ એક આફત અમેરિકાના કેંટકી રાજ્યમાં જોવા મળી છે. અહીંયા વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે. વાવાઝોડાના કહેરથી અત્યારસુધી 50 લોકોનાં મોત થયા છે.

અમેરિકાના કેંટકી રાજ્યના મેફીલ્ડ સહિતના કેટલાક વિસ્તારોમાં જોરદાર વાવાઝોડાને કારણે 50 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સ્થિતિને જોતા કેંટકીના ગવર્નર એન્ટી બેશિયરે ઇમરજન્સી જાહેર કરી છે. ગવર્નર એન્ડી બશિયરે કહ્યું કે, બચાવ ટુકડીઓ અત્યારે હાજર છે અને રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

કેટંકી રાજ્યમાં ભયંકર વાવાઝોડાને કારણે જોરદાર પવન ફૂંકાતા લોકોના ઘરના છાપરા પણ ઉડ્યાં હતા. જ્યારે વાવાઝોડું ફેક્ટરીમાં ત્રાટક્યું ત્યારે ત્યાં 100થી વધુ લોકો કામ કરી રહ્યા હતા.

ટેનેસી ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા ડીન ફ્લેનરે જણાવ્યું હતું કે, ટેનેસીમાં રાજ્યના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં લેક કાઉન્ટીમાં બે વાવાઝોડાના મોત નીપજ્યા હોવાના અહેવાલ છે જ્યારે પડોશી ઓબિયાન કાઉન્ટીમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ઉત્તરી અરકાનસાસના મોનેટ મોનોર વિસ્તારમાં વાવાઝોડું ફાટી નીકળ્યા બાદ ઓછામાં ઓછા પાંચ અન્ય લોકો ઘાયલ થયા હતા અને 20 લોકો ફસાયા હતા.