Site icon Revoi.in

ઈન્ટરનેશનલ ભિખારી એટલે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન- દેશમાં વધતી મોંધવારી પર વિપક્ષનો કટાક્ષ

Social Share

 

દિલ્હીઃ- પાડોશી દેશ પાકિસ્તાન તેની આર્થિક સ્થિતિને લઈને હંમેશા ચર્ચામાં રહે છે, પાકિસ્તાનની હાલત એવી છે કે સૌ કોઈ તેની નિંદા કરતું આવે છે, પોડાશી દેશ પાકિસ્તાનમાં વિપક્ષે હંગામો મચાવ્યો છે પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર મોંધવારી અને દેશની સ્થિતિને લઈને આકરા પ્રહારો કર્યા છે.

આ સ્થિતિ પર વિતેલા દિવસે લાહોરમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પહેલાં બેઠકને સંબોધિત કરતી વખતે જમત-ઇ-ઇસ્લામી ચીફ સિરાજુલ-હકએ ઇમરાન ખાનને આંતરરાષ્ટ્રીય ભિક્ષુક  ગણાવ્યો છે. હકએ વિતેલા દિવસને રવિવારે કહ્યું હતું કે  વડા પ્રધાનનું ચાલ્યા જવું જ આર્થિક કટોકટી સાથે સંઘર્ષ કરીરહેલા પાકિસ્તાનની સમસ્યાઓનો ઉકેલ છે.આ સાથે જ દેશમાં નવી ચૂંટણી થાય તેવી અપીલ પણ કરી છે.

પાકિસ્તાનમાં પેટ્રોલિયમના ભાવમાં વધારો કરવા  બાબતે તેમણે ઇમરાન સરકારની ટીકા કરી છે. તેમણે કહ્યું કે ઇમરાન ખાન અને પાકિસ્તાન એકસાથે કામ કરી શકતા નથી. મીડિયાને હકને કહ્યું હતું કે, “આ દેશમાં રાજકારણમાંથી લાભો અથવા નુકસાન માટે કોઈ જગ્યા નથી, કારણ કે ઇમરાન ખાનનું સત્તામાંથી જવું તમામ સમસ્યાઓ હલ કરશે.”

આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડ સાથે પાકિસ્તાનના વિવાદાસ્પદ સોદા પર, સિરાજુલ હકે જણાવ્યું હતું કે પાક પીએમ આંતરરાષ્ટ્રીય ભિક્ષુક બની ગયા છે. તેમણે એમ પણ કહ્યું કે વર્તમાન સરકારની આગેવાનીવાળી સરકાર દેશમાં સાશન કરવામાં અસમર્થ છે. ઉલ્લેખનીય છે કે હાલ પાકિસ્તાન નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે,એવી સ્થિતિ વચ્ચે વિપક્ષે ઈમરાન ખાનને આડે હાથ લીધા હતા.