Site icon Revoi.in

બાઇડેન સરકારે H1B વિઝા પરના પ્રતિબંધને હટાવવાને લઇને 31 માર્ચ પહેલા લેવો પડશે નિર્ણય

Social Share

નવી દિલ્હી: ઇલેક્શનના કેમ્પેઇન દરમિયાન H-1B વિઝા પર પ્રતિબંધનો વિરોધ કરનારા જો બાઇડેન તેના ભવિષ્ય અંગે દ્વિધામાં છે. બાઇડેન એડમિનિસ્ટ્રેશન અત્યારસુધી નક્કી નથી કરી શક્યું કે પ્રતિબંધ રાખવો કે હટાવી દેવો. એક હકીકત એ પણ છે કે અમેરિકી સરકારે આ બાબતે 31 માર્ચ પહેલા નિર્ણય લેવો પડશે, કેમ કે પ્રતિબંધની મર્યાદા આ દિવસે પૂર્ણ થઇ જશે. આપને જણાવી દઇએ કે ગત વર્ષે 24 જૂને આ વીઝા શ્રેણી પર બેન લગાવાયો હતો.

સોમવારે, હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી અલેજાન્ડ્રો મ્યોર્કસને એચ-1 બી વિઝા પ્રતિબંધના ભવિષ્ય પર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પ્રથમ પ્રાધાન્યતા લોકોને મુશ્કેલીમાંથી બચાવવા છે. ટ્રમ્પ પછી, બાઇડને મુસ્લિમ દેશોમાં લોકો વિરુદ્વ અનેક મુસાફરી પ્રતિબંધ તેમજ ગ્રીનકાર્ડ સંબંધિત કેટલાક ઓર્ડર રદ્દ કર્યા હતા.

એચ -1 બી પરનો પ્રતિબંધ હજી હટાવવામાં આવ્યો નથી. તે 31 માર્ચ પર સમાપ્ત થશે. રાષ્ટ્રપતિ આ અંગે નિર્ણય લેશે. મને ખરેખર ખબર નથી કે શું થશે. પ્રશ્નો પર પ્રશ્નો પૂછવાનું યોગ્ય નથી. અમારે ઘણું કામ કરવાનું છે.

આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેને એચ-1બી વિઝાનો સમય માર્ચ સુધી વધારીને કહ્યુ હતુ કે અમેરિકી નાગરિકોને રોજગાર આપવો તેમની પહેલી પ્રાથમિકતા છે. એક તરફ જો બાઈડેન પ્રશાસને એચ-1બી વિઝા પર બેન હટાવવા અંગે કોઈ નિર્ણય કર્યો નથી જ્યારે બીજી તરફ યુએસ સિટિઝનશીપ એન્ડ ઈમીગ્રેશન સર્વિસે એચ-1બી વિઝા પર નવા એપ્લીકેશન ફૉર્મ પર કામ ચાલુ છે.

ગત મહિને ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતુ કે તેને 65000 એચ-1બી વિઝા વિદેશીઓને આપવા છે પરંતુ તેને ઘણા ફૉર્મ મળ્યા છે. વળી, 20 હજાર એચ1-બી વિઝા એ લોકોને આપવાના છે જેમણે અમેરિકામાં રહીને હાયર એજ્યુકેશનની અભ્યાસ કર્યો છે અને હવે ડિપાર્ટમેન્ટ આ ફૉર્મની છટણી કરવામાં લાગ્યુ છે.

યુએસસીઆઈસી દર વર્ષે 65 હજાર સુધી એચ-1બી વિઝા આપે છે. આ સાથે 20 હજાર એચ-1બી વિઝા એ વિદેશી છાત્રોને પણ આપવામાં આવે છે જેમણે અમેરિકાની કોઈ યુનિવર્સિટીમાંથી સાયન્સ, ટેકનોલૉજી, એન્જિનિયરીંગ કે પછી મેથ્સનો અભ્યાસ કર્યો હોય.

(સંકેત)