Site icon Revoi.in

તાઇવાનની સમસ્યાઓ વધશે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ત્રીજા કાર્યકાળનો માર્ગ થયો મોકળો

Social Share

નવી દિલ્હી: આગામી સમયમાં તાઇવાન માટે સમસ્યાઓ ઘટવાને બદલે વધી શકે છે. તેનું કારણ એ છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ત્રીજા કાર્યકાળનો રસ્તો હવે સાફ થઇ  ગયો છે. આ માટે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની કેન્દ્રીય સમિતિએ ઐતિહાસિક પ્રસ્તાવ પાસ કરતા વર્તમાન રાષ્ટ્રપતિને રાષ્ટ્ર માટે એક કરોડરજ્જુ સમાન ગણાવ્યા હતા.

પાર્ટીએ તેમને માઓત્સે તુંગ અને સુધારક દેંગ શિયાઓપિંગના સમાન દરજ્જો આપ્યો છે. લોકતંત્ર પર અમેરિકા તેમજ પશ્વિમી દેશોનો વિશેષાધિકાર નથી તેવું પાર્ટીની ચાર દિવસીય કેન્દ્રીય સમિતિની બેઠકમાં કહેવામાં આવ્યું હતું.

કમ્યુનિસ્ટ પાર્ટીમાં શી જિનપિંગનું વર્ચસ્વ અને પ્રભાવ એ હદે જોઇ શકાય છે કે પ્રસ્તાવ દરમિયાન 17 વાર શી જિનપિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો. આ સમગ્ર પ્રસ્તાવમાં સાતવાર માઓ અને પાંચ વાર દેંગનો ઉલ્લેખ થયો.

નોંધનીય છે કે, તાઈવાન અને ચીનની વચ્ચે ઘણો તણાવ જોવા મળ્યો હતો. શી જિનપિંગે તો એટલે સુધી કહી દીધુ હતુ કે ચીનની અખંડતા માટે તાઈવાનનુ ચીનમાં સામેલ હોવુ આવશ્યક છે.