Site icon Revoi.in

આફ્રિકાના ઇથિયોપિયામાં રેફ્યુજી કેમ્પ પર હુમલો, 56 લોકોનાં મોત

Social Share

નવી દિલ્હી: આફ્રિકાના દેશ ઇથિયોપિયામાં સતત હિંસા જોવા મળી રહી છે. અહીંના તીગ્રે વિસ્તારમાં શરણાર્થી કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 56 લોકોના કરુણ મોત થયા હતા.

આફ્રિકી દેશ ઇથિયોપિયાના તીગ્રે ક્ષેત્રમાં અડધી રાત્રે શરણાર્થીઓના રહેવાસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 56 લોકોનાં મોત થયા હતા અને 30 લોકો ઘાયલ થયા હતા. તેમાં એક નાનકડી બાળકી પણ સામેલ હતી.

બે રાહતકર્મીઓએ આ જાણકારી આપી હતી. પ્રધાનમંત્રી અબી અહમદે સૈનિકોને ડેડીબીટમાં વિસ્થાપિત લોકોની શિબિર પર ડ્રોનથી હુમલો કરવા કહ્યું હતું અને તેમાં 56 નિર્દોષ લોકોના જીવ ગયા હતા.

શુક્રવારે મોડી રાત્રે ડેડેબિટમાં આ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો. ડેડેબીટ એરીટ્રીયન બોર્ડર નજીકના પ્રદેશના ઉત્તર-પશ્વિમમાં સ્થિત છે. જો કે આ મામલે હજુ સુધી સૈન્ય પ્રવક્તા કર્નલ ગાર્નેટ અદાને અને સરકારના પ્રવક્તા લેગસી તુલુએ કઇ કહ્યું નથી.

જો કે આ મામલે હજુ સુધી સૈન્ય પ્રવક્તા કર્નલ ગાર્નેટ અદાને અને સરકારના પ્રવક્તા લેગસી તુલુએ કંઈ કહ્યું નથી. વડા પ્રધાનના પ્રવક્તાએ પણ સ્થાનિક મીડિયાના પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો. આ પહેલા પણ સરકારે વિદ્રોહી દળો સામે 14 મહિના સુધી ચાલેલા સંઘર્ષમાં નાગરિકોના મોતનો ઈન્કાર કર્યો હતો.

Exit mobile version