Site icon Revoi.in

પૂર્વ કર્મચારીનો ઝુકરબર્ગ પર આરોપ, ફેસબૂકે લોકોની સુરક્ષા સાથે ચેડાં કર્યા છે

Social Share

નવી દિલ્હી: ગત સોમવારે રાત્રે 6 કલાક સુધી ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપની સેવાઓ ઠપ્પ થઇ ગઇ હતી જેને કારણે વિશ્વભરમાં હોબાળો મચી ગયો હતો. યૂઝર્સ અસુવિધાનો સામનો કરી રહ્યા હતા. સેવાઓ ઠપ્પ થતા ફેસબૂક સ્થાપક માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં કરોડો ડોલરનું ધોવાણ થયું છે તો બીજી તરફ ફેસબૂકની પૂર્વ મહિલા કર્મચારીએ પણ ઝુકરબર્ગ પર આરોપ લગાવ્યા છે.

ફેસબૂકના પૂર્વ કર્મચારી ફ્રાંસેસ હોગેને આરોપ લગાવ્યો છે કે, ફેસબૂકે પૈસા કમાવવા માટે લોકોની સુરક્ષાને દાવ પર લગાડી દીધી છે. કંપનીનું ફ્યુલ ડિવિઝન બાળકોને નુકસાન પહોંચાડે છે. તેને કંટ્રોલ કરવાની આવશ્યકતા છે.

અગાઉ ફ્રાંસસે કંપનીના દસ્તાવેજો પણ લીક કર્યા હતા. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મેં ફેસબૂક એટલે જોઇન કર્યું કે મને લાગતું હતું કે અહીંયા હું વિશ્વ માટે કશું સારું કરી શકીશ. જો કે મેં ફેસબૂક એટલે છોડી દીધું કે, તેની પ્રોડક્ટ્સ બાળકો માટે નુકસાનકારક છે. તે ભાગલાવાદી માનસિકતાને પ્રોત્સાહન આપે છે અને લોકશાહીને ખતરમાં મૂકે છે.

આ ઇન્ટરવ્યૂ બાદ ઝુરકબર્ગે પણ ખુલાસો કર્યો કે, અમે પ્રોફિટ માટે લોકોને ગુસ્સા આવે તેવા કન્ટેન્ટને પ્રમોટ કરીએ છીએ એ વાત ખોટી છે. એવી કોઇપણ બાબતને હું જાણતો નથી જેનાથી લોકો નારાજ થાય. અમે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક લોકોને સહાયરૂપ બન્યા છે.

Exit mobile version