Site icon Revoi.in

અરૂણાચલ પ્રદેશના પાંચ યુવાનોની ચીનથી થઈ ઘરવાપસી, ચીનની સેનાએ યુવાનોને ભારતને સોંપ્યાં

Social Share

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને લઈને તણાવ વધુ તેજ બન્યો છે. દરમિયાન અરૂણાચલ પ્રદેશથી ભૂલથી ચીનની સીમામાં પ્રવેશેલા પાંચ ભારતીય યુવાનો હેમખેમ પરત ફરતા પરિવારજનો અને ભારતીય સુરક્ષા એજન્સીઓ રાહતનો શ્વાસ લીધો હતો. પાંચેય યુવાનોને ચીનની સેનાએ ભારતને સોંપ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ચાર સપ્ટેમ્બરના રોજ અપર સુબનસિરી જિલ્લામાં ભારત-ચીન સીમા પરથી ગુમ થયેલા પાંચ ભારતીય યુવાનો ચીનની સેનાને મળી આવ્યાં હતા. જો કે, આ અંગે સૌ પ્રથમ કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું હતું કે, ચીનની સેનાએ અરૂણાચલ પ્રદેશના પાંચ યુવાનોનું અપહરણ કર્યું છે.

એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય સેનાએ અરૂણાચલ પ્રદેશના યુવાનો મુદ્દે ઔપચારિક વાતચીત કર્યાં બાદ કિબિટ્ટૂમાં પાંચેય યુવાનોને રિસીવ કર્યાં હતા. હવે કોરોના પ્રોટોલોક અનુસાર પાંચેય ભારતીય નાગરિકોને હવે 14 દિવસ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં હતા. ત્યાર બાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે એક ગ્રુપના બે સભ્યો જંગલમાં શિકાર કરવા ગયા હતા અને પરત ફર્યાં ત્યારે પાંચ યુવાના પરિવારજનોને જણાવ્યું હતું કે, સેનાના પેટ્રોલીંગ વિસ્તાર સૈરા-7માંથી ચીન સેના પાંચ યુવાનોને લઈ ગઈ છે. આ જગ્યા નાચોથી લગભગ 12 કિમી ઉત્તર વિસ્તારમાં આવેલી છે.