Site icon Revoi.in

અમેરિકાએ ચીનને લઇને તેનું વલણ કર્યું સ્પષ્ટ, જાણો શું કહ્યું બાઇડેને

Social Share

વોશિંગ્ટન: અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ જો બાઇડેનના સત્તા ગ્રહણ કર્યા બાદ પણ ચીન સાથેના અમેરિકાના સંબંધોમાં કડવાશ યથાવત્ જોવા મળી રહી છે. અમેરિકાએ ફરી એક વાર ચીન પ્રત્યેનું તેનું વલણ સ્પષ્ટ કરી દીધું છે અને કહ્યું છે કે ચીનને લઇને તેનું વલણ બદલવાનું નથી. જો કે રાષ્ટ્રપતિ જો બાઇડેને એટલું ચોક્કસપણે કહ્યું કે, ચીન સાથે અમેરિકાની પ્રતિદ્વંદિતા બે વૈશ્વિક શક્તિઓ વચ્ચે સંઘર્ષની જગ્યાએ પ્રતિસ્પર્ધાનું રૂપ લેશે. અમેરિકાના વિદેશ મંત્રીએ પણ કહ્યું હતું કે, ચીનની વિસ્તારવાદી નીતિઓનું અમેરિકા વિરોધ કરતું રહેશે.

એક ઇન્ટરવ્યૂમાં જો બાઇડેને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને લઇને નિવેદન આપ્યું છે. બાઇડેને કહ્યું કે, તેમણે રાષ્ટ્રપતિ પદ ગ્રહણ કર્યા બાદથી અત્યાર સુધી જિનપિંગ સાથે વાત નથી કરી. તેઓ ખૂબ નિષ્ઠૂર વ્યક્તિ છે. તેમનામાં લોકશાહીની સમજ નથી. એક લોકશાહી દેશનું નેતૃત્વ અને સંચાલન કરવા માટે જે ગુણ આવશ્યક હોવા જોઇએ તે જિનપિંગમાં નથી.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મને નથી લાગતું કે હું તેમની કોઇ ટીકા કરી રહ્યો છું. હું જે કહી રહ્યો છું તે સત્ય છે. શી જિનપિંગની બોડીમાં લોકશાહી નથી. જો બાઇડેનના આ નિવેદન બાદ અત્યાર સુધીમાં ચીનનું કોઇ નિવેદન સામે આવ્યું નથી પરંતુ એ નક્કી છે કે, જિનપિંગને પોતાની આ પ્રશંસા પસંદ નહીં આવે.

(સંકેત)