Site icon Revoi.in

રશિયાના એક ગામમાં વિચિત્ર ઘટના, હજારો મૃત કાગડાઓ આકાશમાંથી ટપોટપ નીચે પડ્યા

Social Share

નવી દિલ્હી: રશિયાના એક ગામમાં વિચિત્ર ઘટના બની હતી. અહીંયા આકાશમાંથી રહસ્યમય રીતે હજારો કાગડા ટપોટપ જમીન પર પડ્યા હતા. જેને જોઇને ગ્રામવાસીઓ આઘાત પામ્યા હતા. નોવોસિબિર્સ્ક વિસ્તારના લોકો તેમના ગામમાં કાગડાઓના મૃતદેહને જોઇને ડઘાઇ ગયા હતા.

આકાશમાંથી કાગડાઓના મૃતદેહો પડતા તોઇને ગામવાસીઓ પણ ચિંતામાં મૂકાઇ ગયા હતા. ઉસ્ત-તાર્કાના વેટરનરી વિભાગના મુખ્ય ફિઝિશિયન સર્ગેઇ કુઝલીઆકિને જણાવ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં પક્ષીના મોતનું કારણ શું છે તે શોદવા માટે ટેસ્ટ શરૂ કરાયો છે.

તેમણે નોંધ્યું હતું કે અન્ય પક્ષીઓ કે પ્રાણીઓને કોઈ નુકસાન થયું નથી. ફક્ત કાગડાઓમાં જ આવું જોવા મળ્યું છે. તેમણે કહ્યું હતું કે, હું 1975થી ડોક્ટર તરીકે કામ કરી રહ્યો છું અને મેં પ્રથમ વખત આવી ઘટના જોઈ છે. મને ઘણો આઘાત લાગ્યો છે.

કાગડાના કેટલાક મૃતદેહોને તપાસ અર્થે સ્થાનિક લેબમાં લઇ જવામાં આવ્યા હતા જ્યારે બાકીનાને સળગાવી દેવામાં આવ્યા હતા. આ અગાઉ પણ કેટલીક આવી ઘટનાઓ નોંધાઇ છે. 10 વર્ષ અગાઉ અર્કાનસાસના આકાશમાંથી હજારો પક્ષીઓ નીચે પડ્યા હતા અને નજીકની નદીમાં 1,00,000 જેટલી ડ્રમ ફિશ મૃત હાલતમાં મળી આવી હતી.

નિષ્ણાતોનું કહેવું છે કે ઘણી પ્રજાતિઓમાં આવી ઘટનાઓ બનતી હોય છે જેમાં હજારોની સંખ્યમાં એક સાથે જ મોતને ભેટે છે. જોકે, પ્રત્યેક ઘટના માટે અલગ-અલગ કારણો જણાવવામાં આવે છે. જેમાં રોગ, ઝેર આપવું, અયોગ્ય વાતાવરણ, ઓક્સિજનની ઉણપ હોઈ શકે છે.

Exit mobile version