Site icon Revoi.in

અમેરિકી ઇન્ટેલિજન્સનો દાવો, ચીનના 1000 જાસૂસો અમેરિકામાં કાર્યરત

Social Share

વોશિંગ્ટન: અમેરિકામાં હાલમાં સત્તા પલટાની ચાલી રહેલી પ્રક્રિયા વચ્ચે અમેરિકાની ગુપ્તચર સંસ્થા નેશનલ ઇન્ટેલિજન્સે ચીનને લઇને ચોંકાવનારો ઘટસ્ફોટ અને દાવો કર્યો છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર વિલિયમ ઇવેનિયાનું કહેવું છે કે, ચીન હવે નવા ચૂંટાયેલા જો બાઇડેનની ટીમ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ચીની જાસૂસો બાઇડેનની નવી ટીમને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યા છે. ચીન અમેરિકામાં બની રહેલી કોરોના વેક્સીનની જાણકારી મેળવવા માટે પણ પ્રયત્ન કરી રહ્યું છે અને ચૂંટણીમાં પણ તેને દખલગીરી કરવા પ્રયાસ કર્યો હતો.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બાઇડેનની સરકાર બન્યા બાદ પણ ચીન આ પ્રકારના પ્રયાસો સતત ચાલુ રાખશે. કારણ કે નવા પ્રશાસનમાં ચીન હસ્તક્ષેપ કરી રહ્યું હોવાના એંધાણ મળી રહ્યા છે.

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ ચોંકાવનારો દાવો કર્યો છે કે, ચીનના 1000 શંકાસ્પદ જાસૂસ અમેરિકામાં કાર્યરત છે. નેશનલ સિક્યોરિટી ડિવિઝનના જસ્ટિસ વિભાગના ચીફ જોન ડેમર્સના મતે અમેરિકામાં ચીની મૂળના ઘણા સંશોધકોના તાર ચીન સેના સાથે જોડાયેલા છે અને FBI દ્વારા તેમની ઓળખ કરાઇ છે. 5 થી 6 સંશોધકોને FBI દ્વારા પકડવામાં આવ્યા છે.

એફબીઆઈ દ્વારા સેંકડો લોકોની આ સંદર્ભમાં કરાયેલી પૂછપરછ બાદ આંકડો સામે આવ્યો છે.

(સંકેત)