Site icon Revoi.in

કોરોનાને કારણે 15 થી 17.5 કરોડ લોકો અત્યંત ગરીબીની ચપેટમાં આવશે: UN નિષ્ણાંત

Social Share

લંડન: કોરોનાના કારણે ગરીબી અંગે એક અનુમાન લગાવવામાં આવ્યું છે. માનવાધિકાર મામલાના એક વિશેષ દુત એલિવિયર ડી શટરે કહ્યું કે કોરોનાના કારણે 15 થી 17.5 કરોડ લોકો ઘોર ગરીબીની ચપેટમાં આવી જશે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ત્રીજી સમિતિ – સામાજીક, માનવીય અને સાંસ્કૃતિકને તેમણે આ વિશે જાણકારી આપી હતી. સમિતિના પ્રતિનિધિઓએ પોતાના ઘણાં સંવાદમાં વિશ્વના સૌથી નબળા વર્ગની દુર્દશાને લઇને ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું હતું કે આપણે વિકાસ મોડલ પર પુનર્વિચાર કરવો જોઇએ.

તેમણે ઉમેર્યું હતું કે જે લોકો ઘોર ગરીબીની ચપેટમાં આવશે તેમાંથી મોટાભાગના અનૌપચારિક ક્ષેત્રમાં કે અનિશ્વિત રોજગારની સ્થિતિમાં કામ કરનારા શ્રમિકો હશે. તેમાંથી મોટા ભાગની મહિલાઓ હશે. આર્થિક સુધારાને આકાર આપવા માટે પર્યાવરણીય સ્થિરતા અને સામાજીક ન્યાયને પૂર્વશરત માનવામાં આવવી જોઇએ.

આ વર્ચ્યુઅલ સંવાદમાં ભાગ લેનારા પાંચ સ્વતંત્ર તજજ્ઞોમાંથી એક હતા. ચર્ચામાં અત્યંત ગરીબી, આંતરિક વિસ્થાપનને લઇને શિક્ષણ, માનવાધિકારો, સુરક્ષિત પીવાનું પાણી અને પુરતા આવાસ જેવા વિષયોને સામેલ કરવામાં આવ્યા હતા.

(સંકેત)

Exit mobile version