Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં 570 તાલિબાની આતંકીઓનો સફાયો: અફઘાનિસ્તાન સંરક્ષણ મંત્રાલય

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા કહેરને ડામવા અને આતંકને કાબૂમાં કરવા માટે અમેરિકી વાયુસેના ત્યાં સતત એરસ્ટ્રાઇક કરી રહી છે અને આતંકીઓનો સફાયો કરી રહી છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં 572 આતંકીઓનો ખાત્મો બોલાવાયો છે. જો કે, તાલિબાને અફઘાનિસ્તાનના બે મહત્વના શહેરો પર કબ્જો જમાવ્યો છે.

અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે, છેલ્લા 24 કલાકમાં તાલિબાનના 572 આતંકીઓનો ખાતમો બોલાવાયો હતો. તે ઉપરાંત અન્ય 300 જેટલાં આતંકીઓ ગંભીર રીતે ઘવાયા હતા.

અમેરિકાએ એરસ્ટ્રાઇક કરીને તાલિબાનીઓના અસંખ્યા અડ્ડાઓ ઉડાવી દીધા હતા અને સાથે જ 200 જેટલાં આતંકીઓનો સફાયો કર્યો હતો. અફઘાનિસ્તાન પ્રવક્તા અનુસાર અમેરિકન વાયુસેનાએ મદદ કરી હતી અને તાલિબાની આતંકીઓ પર બોમ્બવર્ષા કરી હતી.

જોકે, એરસ્ટ્રાઈક દરમિયાન એક હોસ્પિટલ અને એક શાળા પણ ભૂલથી ઉડાવી દેવાઈ હતી. હેલમંડ પ્રાંતમાં જ્યારે એરસ્ટ્રાઈક થઈ હતી ત્યારે શાળા અને હોસ્પિટલ ઉપર પણ બોમ્બવર્ષા થઈ હતી. પરંતુ એ વિસ્તાર તાલિબાનીના કબજા હેઠળ હોવાથી એમાં કોઈ જ નુકસાન થયું ન હતું. બીજી તરફ તાલિબાને પણ અફઘાનિસ્તાનમાં એક પછી એક વિસ્તાર ઉપર કબજો જમાવવાનું શરૂ રાખ્યું છે.

અફઘાનિસ્તાનના બે મહત્વના શહેરો ઉપર તાલિબાને કબજો જમાવ્યો હતો. અફઘાનિસ્તાન સરકારે કહ્યું હતું કે સર-એ-પુલ અને કુંદુજ શહેર ઉપર કબજો કરી લીધો હતો. તાલિબાની આતંકવાદીઓ આ વિસ્તારમાં ત્રાટક્યા તેની થોડીક કલાકોમાં જ કબજે કરી લીધા હતા.