Site icon Revoi.in

જાણો વિવાટેક વિશે, જેને આજે PM મોદી કરશે સંબોધિત

Social Share

નવી દિલ્હી: પીએમ મોદી બુધવારે એટલે કે આજે સાંજે લગભગ 4 વાગે વિવાટેકના 5માં એડીશનને સંબોધિત કરશે. આપને જણાવી દઇએ કે, વિવાટેક યુરોપની સૌથી મોટી ડિજીટલ અને સ્ટાર્ટઅપ ઇવેન્ટ છે. આપને જણાવી દઇએ કે આ ઇવેન્ટ 2016 થી દર વર્ષે પેરિસમાં યોજવામાં આવે છે. આ વર્ષે તેનું 5મું પ્રકરણ યોજાશે.

આ સંમેલનમાં PM મોદી મુખ્ય અતિથિ તરીકે જોડાશે. આ કાર્યક્રમમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ મૈક્રો, સ્પેનના પીએમ પેડ્રો સાંચેજ અને વિભિન્ન યુરોપીય દેશના મંત્રી અને સાંસદ આ કાર્યક્રમમાં હાજર થશે. તે ઉપરાંત આ કાર્યક્રમમાં, એપલના CEO ટિમ કૂક, ફેસબૂકના અધ્યક્ષ અને CEO માર્ક ઝકરબર્ગ અને માઇક્રોસોફ્ટના અધ્યક્ષ બ્રાડ સ્મિથ સહિત કોર્પોરેટ જગતના અન્ય લોકો ઉપસ્થિત રહેશે.

જાહેરાત અને માર્કેટિંગ જગતની અગ્રણી કંપની પબ્લિસિઝ ગ્રુપ અને ફ્રાન્સના અગ્રણી મીડિયા જૂથ લેસ ઇકોઝ દ્વારા સંયુક્ત રીતે તેનું આયોજન કરવામાં આવે છે. PMO અનુસાર, આ ઇવેન્ટ ટેકનોલોજી ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના હિસ્સેદારોને સાથે લાવે છે. ઇવેન્ટમાં પ્રદર્શનો, એવોર્ડ્સ, પેનલ ચર્ચાઓ અને પ્રારંભિક સ્પર્ધાઓ જેવા આયોજનો રાખવામાં આવે છે.

શું છે વિવાટેક

વિવાટેક એ યુરોપની સૌથી મોટી ડિજીટલ અને સ્ટાર્ટઅપ ઇવેન્ટ્સમાંથી એક માનવામાં આવે છે. જે દર વર્ષે પેરિસમાં 2016થી યોજાય છે. અગ્રણી જાહેરાત અને માર્કેટિંગ ગ્રૂપ અને લેસ ઇકોસ – અગ્રણી ફ્રેન્ચ મીડિયા ગ્રૂપ દ્વારા યોજવામાં આવ્યું છે. તે તકનિકી નવીનીકરણ અને સ્ટાર્ટઅપ સિસ્ટમોમાં હિસ્સેદારોને સાથે લાવે છે.