Site icon Revoi.in

અમેરિકા હવે અંતરીક્ષમાં એનર્જી વેપન્સ તૈનાત કરશે, ચીન-રશિયાને આપશે જડબાતોડ જવાબ

Social Share

નવી દિલ્હી: વિશ્વનો સૌથી શક્તિશાળી ગણાતો દેશ અમેરિકા હવે અંતરીક્ષમાં પણ પોતાનું સામર્થ્ય વધારશે. હવે અમેરિકા એક મહત્વનું પગલું ભરવા જઇ રહ્યું છે. હવે અમેરિકા અંતરીક્ષમાં એનર્જી વેપન્સ તૈનાત કરીને અમેરિકા વધારે શક્તિશાળી બનશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, અમેરિકન સ્પેસ ફોર્સના સત્તાવાર નિવેદન અનુસાર, અમેરિકા અંતરીક્ષમાં ડાયરેક્ટ એનર્જી વેપન્સ તૈનાત કરશે. આ હથિયાર એક્ટિવેટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ હથિયાર એટલું શક્તિશાળી હશે કે અમેરિકા ક્ષણવારમાં કોઇપણ દેશનો ઉપગ્રહ તોડી પાડશે.

યુએસએસએફના એનર્જી વેપન્સ એટલા શક્તિશાળી હશે કે દુનિયાના કોઈ પણ ખૂણે હુમલો કરવો હશે તો તેના માટે એકદમ સરળ હશે. અમેરિકન સંસદમાં આર્મ્ડ સર્વિસીસ કમિટી સમક્ષ બજેટની પેશકશ કરતી વખતે સ્પેસ ઓપરેશનના વડા જનરલ જે રેમન્ડે જાણકારી આપતા કહ્યું હતું કે અમેરિકન ઉર્જા હથિયારો એટલા શક્તિશાળી હશે કે જરૃર પડયે દુશ્મન દેશોના ઉપગ્રહો તોડી શકશે. અમેરિકા કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના ઉપગ્રહોનું રક્ષણ કરવા માટે પણ આ સ્પેસ ફોર્સનો ઉપયોગ કરશે.

ચીન અને રશિયા ઝડપી ગતિએ પોતાની અંતરીક્ષ ક્ષમતા વધારી રહ્યા છે અને એવા સંજોગોમાં અમેરિકાએ સ્પેસ ફોર્સને વધુ મજબૂત કરવાની આવશ્યકતા છે તેવું સ્પેસ ફોર્સના વડાએ કહ્યું હતું. આર્થિક અને લશ્કરી એ અમેરિકાની શક્તિનું મૂળ છે અને આ સ્થિતિમાં અમેરિકન સ્પેસ ફોર્સ વિશ્વમાં સૌથી વધુ શક્તિશાળી સાબિત થાય તે જરૂરી છે.

અમેરિકાને જવાબ આપવા માટે અમેરિકાનું દુશ્મન ચીન અને રશિયા સ્પેસ ફોર્સ બનાવીને ડાયરેક્ટ એનર્જી વેપન્સ તૈનાત કરી રહ્યાં છે તેવું અમેરિકન સ્પેસ ફોર્સના વડાએ કહ્યું હતું. ચીન-રશિયાના વેપન્સ અમેરિકન ઉપગ્રહને ભવિષ્યમાં નિશાન બનાવી શકે છે. તેથી અમેરિકી સ્પેસ ફોર્સ વધુ મજબૂત થઇ રહ્યું છે.