Site icon Revoi.in

કોરોના કાળ દરમિયાન અમેરિકનોએ વીડિયો ગેમ પાછળ 57 અબજ ડોલરનો કર્યો ખર્ચ

Social Share

વોશિંગ્ટન: કોરોના વાયરસની મહામારી દરમિયાન લાગૂ પડેલા લોકડાઉનને કારણે વિશ્વભરના મોટા ભાગના દેશોમાં લોકોએ ઘરે જ રહેવાની ફરજ પડી હતી અને આ દરમિયાન જ ઘરમાં બેઠેલા અમેરિકાના લોકોએ વર્ષ 2020માં વીડિયો ગેમ્સ પર રેકોર્ડ 56.9 અબજ ડોલર ખર્ચ્યા છે. વીડિયો ગેમ, હાર્ડવેર, કન્ટેન્ટ અને એસેસરિઝ પર થયેલ આ ખર્ચ વર્ષ 2019 કરતા 27 ટકા વધુ છે. ગ્લોબલ માર્કેટ રિસર્ચ કંપની NPD ગ્રૂપના આંકડા અનુસાર, અમેરિકાના લોકોએ હાર્ડવેર પર ગત વર્ષે 5.3 અબજ ડોલર ખર્ચ કર્યા હતા. આ વર્ષ 2011ના 5.6 અબજ ડોલર ખર્ચ કર્યા બાદ સૌથી વધુ અને વર્ષ 2019ની તુલનાએ 35 ટકા વધુ છે.

ડિસેમ્બર 2020માં ગ્રાહકોએ વીડિયો ગેમ હાર્ડવેર, કન્ટેન્ટ તેમજ એસેસરીઝ પર રેકોર્ડ 7.7 અબજ ડોલર ખર્ચ કર્યા હતા. જે વર્ષ 2019ના સમાન સમયગાળા કરતા 25 ટકા વધારે છે. સંપૂર્ણ વર્ષ માટે 56.9 અબજ ડોલર ખર્ચ કરવા એ પણ એક નવો રેકોર્ડ છે. ડિસેમ્બર 2019માં હાર્ડવેરનું વેચાણ 38 ટકા વધીને ડિસેમ્બરમાં 1.35 અબજ ડોલર રહ્યું છે.

ડિસેમ્બર મહિના અને વર્ષ 2020 બંને માટે નિન્ટેન્ડો સ્વિચ સૌથી વધુ વેચાણ કરતું હાર્ડવેર પ્લેટફોર્મ રહ્યું. તે એકમો અને મૂલ્યની દ્રષ્ટિએ બંને સમયગાળામાં સૌથી વધુ વેચાયેલ હાર્ડવેર પ્લેટફોર્મ રહ્યું છે. સ્વીચ હાર્ડવેરનું વાર્ષિક વેચાણ મૂલ્ય અમેરિકન ઇતિહાસમાં કોઈપણ પ્લેટફોર્મ માટે બીજા ક્રમનું હતું.

એનપીડી ગ્રૂપે જણાવ્યું હતું કે, પ્લેસ્ટેશન-5 એ સેલની દ્રષ્ટિએ 2020માં બીજો સૌથી વધુ વેચાણ કરતો કોન્સોલ રહ્યો. પ્લેસ્ટેશન-4 યુનિટ સેલના સંદર્ભમાં બીજા સ્થાને છે. પ્લેસ્ટેશન-5 એ પ્લેસ્ટેશન હાર્ડવેર માટે ડોલર સેલનો રેકોર્ડ બનાવ્યો.

કોલ ઓફ ડ્યુટી: બ્લેક ઓપ્સ: કોલ્ડ વોર ડિસેમ્બર મહિના અને વર્ષ 2020 બંને સમયગાળામાં બેસ્ટ સેલિંગ ગેમ રહી. તે જ રીતે, કોલ ઓફ ડ્યુટી: મોર્ડન વોરફેયર વર્ષ 2020ની સેકન્ડ બેસ્ટ સેલર રહી. કોlલ ઓફ ડ્યુટી અમેરિકી માર્કેટમાં સતત 12મા રેકોર્ડમાં બેસ્ટ સેલિંગ ગેમિંગ ફ્રેન્ચાઇઝી હતી.

સાઈબરપંક 2077 પહેલી વાર ડિસેમ્બરમાં સેલિંગ ગેમની યાદીમાં બીજા નંબર પર આવી. આ વર્ષ 2020માં 19મી બેસ્ટ સેલિંગ ગેમ રહી. ડિસેમ્બરના ટોપ 20 બેસ્ટ સેલિંગ ગેમ્સમાં અડધાને નિંટેંડોએ પબ્લિશ કરી.

(સંકેત)