Site icon Revoi.in

McAfee Antivirusના નિર્માતા John McAfeeએ કરી આત્મહત્યા, યુએસ પ્રત્યાર્પણની હતી તૈયારી

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં જાણીતા એન્ટિવાયરસ સોફ્ટવેર McAfeeના નિર્માતા અને બ્રિટિશ મૂળના અમેરિકી ટેક્નોલોજી એક્સપર્ટ જ્હોન મેકેફી સ્પેનની બાર્સિલોના જેલમાં મૃત અવસ્થામાં મળી આવ્યા છે. જેલના અધિકારીઓએ અનુસાર જ્હોને આત્મહત્યા કરી છે. આપને જણાવી દઇએ કે આ ઘટનાના થોડા સમય પહેલા જ સ્પેનિશ કોર્ટે ટેક્સ સંબંધિત અપરાધિક આરોપોના સામનો કરી રહેલા 75 વર્ષીય જ્હોન મેકેફીના અમેરિકા પ્રત્યાર્પણના પક્ષમાં પોતાનો ચુકાદો આપ્યો હતો.

ગત મહિને એક કોર્ટ સુનાવણી દરમિયાન જ્હોને કહ્યું હતું કે, જો તેમને અમેરિકામાં દોષિત ઠેરવાશે તો તેમણે સંપૂર્ણ જીવન જેલમાં પસાર કરવું પડશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સ્પેનિશ કોર્ટ તેમને થયેલા અન્યાયને ધ્યાનમાં રાખીને ચુકાદો આપશે. John MacAfee લાંબા સમયથી અમેરિકાથી દૂર રહ્યા હતા. USAએ તેમના પર ટેક્સ ચોરી અને ક્રિપ્ટોકરન્સી ફ્રોડ જેવા આરોપ લગાવ્યા હતા.

જ્હોન મેકેફીની 3 ઓક્ટોબર 2020ના રોજ બાર્સિલોના એરપોર્ટ પર ધરપકડ થઈ હતી. તે સમયે તેઓ બ્રિટિશ પાસપોર્ટ પર ઈસ્તંબુલ માટે ફ્લાઈટ પકડવાની તૈયારીમાં હતા. મેકેફીએ 1987માં દુનિયાને પહેલું કમર્શિયલ એન્ટી વાયરસ લોન્ચ કર્યું તે પહેલા NASA, ઝેરોક્સ અને લોકહીડ માર્ટિન માટે પણ કામ કર્યું હતું. તેમણે 2011માં પોતાની સોફ્ટવેર કંપની Intel ને વેચી દીધી હતી.

McAfee એ 2019માં કહ્યું હતું કે તેમણે વૈચારિક કારણોસર આઠ વર્ષ સુધી અમેરિકામાં ઈન્કમ ટેક્સ ભર્યો ન હતો. આ વર્ષે તેમણે કેસથી બચવા માટે પોતાના પરિવાર સાથે અમેરિકા છોડી દીધુ. તેમણે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને ક્યૂબાને અમેરિકી વેપાર પ્રતિબંધથી બચવામાં મદદની રજૂઆત પણ કરી હતી.