Site icon Revoi.in

48 હજાર કિલોમીટરની ઝડપે પૃથ્વી નજીકથી પસાર થશે આ ઉલ્કા પિંડ, 170 મીટરનું છે કદ

Social Share

આજે એટલે કે શુક્રવારે એક અદ્દભુત ઘટના બનવા જઇ રહી છે. અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસાએ એક ચેતવણી જાહેર કરતાં જણાવ્યું છે કે અંદાજે 170 મીટર મોટી ઉલ્કા પિંડ કે એસ્ટેરોઇડ (Asteroid 2020 ND) શુક્રવારે પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થશે.

નાસા અનુસાર 2020 ND નામનો આ એસ્ટેરોઇડ પૃથ્વીથી અંદાજે 0.34 એસ્ટ્રોનોમિકલ યુનિટ (50 લાખ 86 હજાર 328 કિલોમીટર) ના અંતરથી પસાર થશે. નાસાએ ચેતવણી આપી છે કે આટલી નજીકના અંતરથી પસાર થનારા એસ્ટેરોઇડને સંભવિત ખતરાની યાદીમાં રાખવામાં આવે છે. આ એસ્ટેરોઇડની ઝડપ 48 હજાર કિલોમીટર પ્રતિ કલાક છે.

0.05 એસ્ટ્રોનોમિકલ યુનિટ કે તેનાથી ઓછા અંતરથી પસાર થનારો એસ્ટેરોઇડ પૃથ્વીની નજીક આવવાનો ખતરો છે પરંતુ જરૂરી નથી કે તેની અસર પૃથ્વી પર જોવા મળશે. ત્રણ ફુટના અંદાજે 1 અબજ એસ્ટેરોઇડ હાજર છે. જો કે તેનાથી પૃથ્વીને કોઇ ખતરો નથી.

આ પહેલા 5 જૂને એક ઉલ્કાપિંડ પૃથ્વીથી 1 લાખ 90 હજાર માઇલના અંતરથી પસાર થઇ હતી. એસ્ટેરોઇડ 2020 એલડી પૃથ્વી અને ચંદ્રની વચ્ચેથી પસાર થયો હતો અને તેનું કદ 400 ફૂટનું હતું.

(સંકેત)