Site icon Revoi.in

જુઓ કેવો દેખાય છે ભારતમાં બીજી લહેર માટે જવાબદાર નવો વેરિયન્ટ, તસવીર થઇ જાહેર

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર માટે જે કોરોના વેરિયન્ટ જવાબદાર છે તે B.1.1.7ની પ્રથમ તસવીર સામે આવી છે.

આ તસવીરમાં સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે કે કેવી રીતે કોરોના શરીરની કોશિકાઓને ચિપકે છે. આ સ્ટ્રેનના કારણે અનેક દેશોમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર આવી છે. કેનેડાના રિસર્ચર્સે આ વેરિયેન્ટની પહેલી મોલિક્યૂલ ઇમેજ જારી કરી છે. ગત વર્ષે વૈશ્વિક સ્વાસ્થ્ય સંગઠને B.1.1.7 વેરિયન્ટની જાણકારી આપી હતી. આમાં અસામાન્ય રૂપથી મોટી સંખ્યામાં મ્યૂટેશન છે.

આ અંગે બી.સી. યુનિવર્સિટીએ કહ્યું કે, રિસર્ચર્સ SARS-CoV-2 સ્પાઇક પ્રોટિનના એક હિસ્સા પર જોવા મળેલા મ્યૂટેશનના સ્ટ્રક્ચરલ ઇમેજમાં પ્રકાશિત કરનારી ટીમ છે. સ્પાઇક પ્રોટિન વાયરસનો આ હિસ્સો છે જે સંક્રમણ માટે જવાબદાર છે. જ્યારે મ્યૂટેશન તે બદલાવ છે જેના કારણે વાયરસ ઝડપી ગતિએ ફેલાઇ રહ્યો છે.

બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીએ એક નિવેદનમાં કહ્યું કે, B.1.1.7 વેરિયન્ટની તસવીરથી ખબર પડી કે તે આટલું સંક્રમણ કેમ છે. કેમ તેના કારણે ભારત, બ્રિટનમાં કહેર વર્તાવ્યો છે અને હવે કેનેડામાં આ સમસ્યા વધી રહી છે. આ તસવીર નિયર એટોમિક રિઝોલ્યૂશન વાળી છે. એટલે કે તસવીરના રેઝોલ્યૂશનમાં વાયરસના કણ પણ છે.

(સંકેત)